રિફાઈનરીથી લઈને ટેલીકોમ સેક્ટર સુધી વિવિધ કામ કરનારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને મોકલવામાં આવેલ એક મેસેજમાં આ જાણકારી આપી છે. કંપનીએ કર્મચારીઓનું વાર્ષિક બોનસ પણ ટાળી દીધું છે. જે સામાન્ય રીતે નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આપવામાં આવતું હોય છે.
કંપનીએ અલગ અલગય યૂનિટ્સના પ્રમુખોએ કર્મચારીઓને પગાર કાપની જાણકારી આપતો મેસેજ મોકલ્યો છે. મેસેજ અનુસાર કંપની સતત આર્થિક અને કારોબારી સ્થિતિની સમીક્ષા કરશે અને પોતાની આવક વધારવાના નવા રસ્તા શોધશે.
મેસેજમાં લખ્યું છે, ‘આપણા હાઈડ્રોકાર્બન કારોબાર પર ખૂબ દબાણ છે. માટે અમે આપણી કોસ્ટને યુક્તિસંગત બનાવવી પડશે અને અમે તમામ ક્ષેત્રોમાં સતત ઘટાડો કરી રહ્યા છે. હાલમાં સ્થિતિની માગ છે કે આપણે આપણો પ્રોડક્શન ખર્ચ અને નક્કી ખર્ચને તર્કસંગત બનાવીએ અને બધાએ તેમાં ફાળો આપવાની જરૂરત છે.’
અંબાણી પોતાનો આખા વર્ષનો 15 કરોડ રૂપિયાનો પગાર છોડી રહ્યા છે. કાર્યકારી ડાયરેક્ટર, કાર્યકારી સમિતિના સભ્યો સહિત રિલાયન્સના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સભ્યોનો પગાર 30થી 50 ટકા સુધી ઘટાડવામાં આવશે. જે કર્મચારીઓનું પેકેજ 15 લાખ રૂપિયાથી ઓછું છે તેમના પગારમાં કોઈ ઘટાડો નહીં આવે. પરંતુ તેનાથી ઉપરની આવકવાળા કર્મચારીના પગારમાં 10 ટકાનો ઘટાડો આવશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે અંબાણી વાર્ષિક 15 કરોડ રૂપિયા પગાર લે છે. તેના પગારમાં 2008-09 બાદથી કોઈ ફેરફાર થયો નથી.
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉ ચાલુ છે. તેના કારણે કારખાના, એરલાઈન્સ, રોડ ટ્રાન્સપોર્ટ, લોકોની અવરજવર, કાર્યાલય અને થિયેટર વગેરે બંધ છે. લોકો ઘરેમાં રહેવા માટે મજબૂર છે. તેનાથી બજારમાં માગ પ્રભાવિત થઈ છે અને તેની અસર કારોબાર પર પડી રહી છે. રિલાયન્સનો રિફાઇનરી કારોબાર તેનાથી ખૂબ જ પ્રભાવિત થયો છે.