post office scheme: પોસ્ટ ઓફિસમાં રોકાણ સુરક્ષિત અને નફાકારક માનવામાં આવે છે. જો તમે પણ વધારે નફો મેળવવા ઈચ્છતા હોય તો તમે પણ પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં FD કરવાથી તમને બીજી ઘણી સુવિધાઓ પણ મળે છે. આ યોજનામાં તમને સારા નફાની સાથે સાથે સરકારી ગેરંટી પણ મળશે. આમાં તમને ત્રિમાસિક ધોરણે વ્યાજની સુવિધા મળે છે.
પોસ્ટ ઓફિસમાં FD કરાવવી સરળ
પોસ્ટ ઓફિસમાં FD કરાવવી ખૂબ જ સરળ છે. ઈન્ડિયા પોસ્ટે તેની વેબસાઈટ પર આની સંપૂર્ણ જાણકારી આપી છે. આ માહિતી અનુસાર, તમે પોસ્ટ ઓફિસમાં અલગ-અલગ 1,2, 3, 5 વર્ષ માટે FD કરાવી શકો છો. તો ચાલો જાણીએ કે આ એફડીના ફાયદાઓ વિશે.
1. ભારત સરકાર તમને પોસ્ટ ઓફિસમાં એફડી કરવા પર ગેરંટી આપે છે.
2. આમાં રોકાણકારોના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.
3. તેમાં એફડી ઑફલાઇન (રોકડ, ચેક) અથવા ઑનલાઇન દ્વારા કરી શકાય છે.
4. આમાં તમે 1 થી વધુ એફડી કરી શકો છો.
5. આ સિવાય એફડી એકાઉન્ટને જોઈન્ટ કરી શકાય છે.
6. આમાં, 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરીને, તમને ITR ફાઇલ કરતી વખતે ટેક્સમાં છૂટ મળશે.
7. એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં સરળતાથી એફડી ટ્રાન્સફર કરી શકાય છે.
જાણો કેવી રીતે કરાવશો એફડી
પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા માટે, તમે ચેક અથવા રોકડ ચૂકવીને ખાતું ખોલાવી શકો છો. તેમાં, ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે અને મહત્તમ રકમ જમા કરવાની કોઈ મર્યાદા નથી.
FD પર ભરપૂર વ્યાજ મેળવો
આ અંતર્ગત 7 દિવસથી એક વર્ષની એફડી પર 5.50 ટકા વ્યાજ મળે છે. 1 વર્ષ 1 દિવસથી લઈને 2 વર્ષની એફડી પર પણ આ જ વ્યાજ મળે છે. તો બીજી તરફ, 3 વર્ષ સુધીની એફડી પર 5.50 ટકાના દરે વ્યાજ મળે છે. 3 વર્ષ એક દિવસથી 5 વર્ષ સુધીની એફડી પર 6.70 ટકા વ્યાજ મળે છે. એટલે કે, અહીં તમને એફડી પર સારો નફો મળશે.