Small Saving Scheme: નાણા મંત્રાલય દ્વારા 31 માર્ચ, 2023 ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તમે નાની બચત યોજનાઓ હેઠળ એકાઉન્ટ ઓપન કરાવ્યું છે અથવા રોકાણ કર્યું છે તો તમારે KYC દસ્તાવેજો હેઠળ પાન અને આધાર કાર્ડ આપવું ફરજિયાત રહેશે.


નોટિફિકેશન મુજબ, જેમણે ખાતું ખોલાવતી વખતે આધાર અને PAN જમા કરાવ્યું નથી તેમના માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં આ કરવાનું ફરજિયાત છે. જો કે, જો દસ્તાવેજો આપવામાં આવ્યા છે તો તે સબમિટ કરવાના રહેશે નહીં.                                   


પાન કાર્ડ અને આધાર કાર્ડ જમા કરાવવા જરૂરી


નવા નોટિફિકેશન મુજબ, જો નાની બચત યોજનાના ડિપોઝિટરે એકાઉન્ટ ઓપન કરાવ્યું છે તો અને આધાર અને પાન કાર્ડ જમા કરાવ્યું નથી તો તેમને 30 સપ્ટેમ્બર સુધીમાં આ દસ્તાવેજો સબમિટ કરવા ફરજિયાત રહેશે.                                        


કોને આધાર અને પાન કાર્ડ આપવાની જરૂર નથી


કેનેરા બેન્કની વેબસાઈટ અનુસાર, 1 એપ્રિલથી સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરનારા નવા યુઝર્સ માટે PAN ફરજિયાત કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે જો તમે 1 એપ્રિલ, 2023 પછી ખાતું ખોલાવ્યું છે તો તમારે 30 સપ્ટેમ્બર સુધીમાં આધાર અને PAN કાર્ડ સબમિટ કરવું ફરજિયાત નથી.                                      


જો આધાર અને PAN કાર્ડને એકાઉન્ટ સાથે લિંક નહી હોય તો 30 સપ્ટેમ્બર 2023 સુધી PAN અને આધાર કાર્ડ બ્રાન્ચમાં જમા નહી થાય ત્યાં સુધી એકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે. એકાઉન્ટ સસ્પેન્શનનો અર્થ છે કે તમે પૈસાની લેવડદેવડ કરી શકશો નહીં.                       


નોંધનીય છે કે પોસ્ટ ઓફિસ યોજનાઓમાં FD, RD, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, TD, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, PPF, વરિષ્ઠ નાગરિક બચત યોજના અને કિસાન વિકાસ પત્ર (KVP) નો સમાવેશ થાય છે.