Reliance Power: ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગૃપ રિલાયન્સ પાવરનો પ્લાન્ટ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગૃપ આ ડીલ પર 2,400 થી 3000 કરોડ રૂપિયા ખર્ચી શકે છે. અદાણી પાવર હાલમાં આ બંધ પ્લાન્ટ ખરીદવા માટે CFM એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની સાથે વાતચીત કરી રહી છે.


600 મેગાવૉટનો છે બુટીબોરી થર્મલ પાવર પ્રૉજેક્ટ 
મિન્ટના અહેવાલ મુજબ, અદાણી પાવર નાગપુરમાં સ્થિત 600 મેગાવોટનો બુટીબોરી થર્મલ પાવર પ્રૉજેક્ટ ખરીદવા માંગે છે. તેનું નિયંત્રણ અગાઉ અનિલ અંબાણીની રિલાયન્સ પાવર પાસે હતું. અદાણી ગૃપ આ પ્લાન્ટ માટે પ્રતિ મેગાવોટ રૂપિયા 4 થી 5 કરોડ ચૂકવવા તૈયાર છે. આ પ્રૉજેક્ટમાં બે પાવર પ્લાન્ટ યૂનિટ છે. અગાઉ તેમનું મૂલ્ય 6000 કરોડ રૂપિયા હતું. પરંતુ, ઉત્પાદન બંધ થયા બાદ વેલ્યૂએશન અડધું થઈ ગયું છે. આ પ્લાન્ટ અદાણી ગૃપની વ્યૂહરચના સાથે બંધબેસે છે.


સજ્જન જિન્દાલની જેએસડબલ્યૂ એનર્જીને પણ બતાવી હતી રૂચિ 
બુટીબોરી થર્મલ પાવર પ્રૉજેક્ટનું સંચાલન વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર દ્વારા કરવામાં આવે છે, જે રિલાયન્સ પાવરની પેટાકંપની છે. રિલાયન્સ પાવર આર્થિક સંકટમાં આવી ગયા બાદ આ પ્રૉજેક્ટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. અગાઉ સજ્જન જિંદાલની કંપની JSW એનર્જીએ પણ તેને ખરીદવામાં રસ દાખવ્યો હતો. પરંતુ, ઊંચા મૂલ્યાંકન અને ઓપરેશનલ સમસ્યાઓના કારણે તેઓ પીછેહઠ કરી ગયા હતા.


લેણદારોએ કંપની વિરૂદ્ધ દેવાદાર તરીકેની અરજી દાખલ કરી  
અગાઉ રિલાયન્સ પાવરે મુંબઈમાં વીજળી પુરવઠા માટે આ બુટીબોરી પ્લાન્ટનો ઉપયોગ કર્યો હતો. પરંતુ બાદમાં અદાણી ઇલેક્ટ્રિસિટીએ તેમની પાસેથી મુંબઈનો ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ છીનવી લીધો હતો. ડિસેમ્બર 2019 માં વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી વચ્ચેનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ પણ સમાપ્ત થયો હતો. આ પછી બુટીબોરી પ્રૉજેક્ટ આર્થિક સંકટમાં ફસાઈ ગયો. દેવાદારોએ કંપની સામે નાદારીની અરજી કરી છે. પરંતુ હાલમાં નાદારીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. તેને ખરીદીને અદાણી ગૃપ તેના નાગપુર નજીક સ્થિત તિરોડા પાવર પ્લાન્ટને તેની સાથે જોડશે.


આ પણ વાંચો


Earthquake in Jammu Kashmir: એક પછી એક ભૂકંપના જોરદાર ઝટકાથી હલ્યૂ જમ્મુ-કાશ્મીર, રિએક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા


Success Story: યુટ્યૂબની સૌથી ફેમસ શિક્ષિકા હિમાંશી આજે કમાઇ રહી છે લાખો રૂપિયા, પહેલી કમાણી હતી માત્ર આટલા રૂપિયા...