Jammu-Kashmir Earthquake News: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર આજે સવારે એટલે કે, મંગળવારે (20 ઓગસ્ટ) સવારે એક પછી એક ભૂકંપના ઝટકાથી હચમચી ઉઠ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં બે ભૂકંપના આંચકાએ ખીણના લોકોને હચમચાવી દીધા હતા. રિક્ટર સ્કેલ પર પ્રથમ ભૂકંપની ધ્રુજારીની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી, જ્યારે બીજા આંચકાની તીવ્રતા 4.6 હતી. હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. જો કે લોકોમાં ચોક્કસપણે લોકોમાં ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે.


વાસ્તવમાં ઘણી વખત એવું બને છે કે જ્યારે ભૂકંપનો પહેલો આંચકો આવે છે ત્યારે તેની સાથે આફ્ટરશૉક પણ અનુભવાય છે, જેની તીવ્રતા ઓછી હોય છે. સાદી ભાષામાં કહીએ તો ધરતીકંપનો પહેલો આંચકો મજબૂત બળ સાથે આવે છે, ત્યારબાદ બીજો આંચકો થોડી ઓછી તીવ્રતાનો હોય છે. એવું માનવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ વખતે પણ આ જ વસ્તુ જોવા મળી હતી. ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકો ઘરની બહાર નીકળતા પણ જોવા મળ્યા હતા. લોકોના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો.






બારામૂલ્લામાં રહ્યું ભૂકંપનું કેન્દ્ર 
'મેટ્રૉલૉજિકલ સેન્ટર', શ્રીનગરના જણાવ્યા અનુસાર, ભૂકંપ મંગળવારે સવારે 6.45 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર ઉત્તર કાશ્મીરનો બારામુલ્લા જિલ્લો હતો, જ્યાં કોઈ નુકસાનના સમાચાર નથી. ભૂકંપની અસર પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જોવા મળી હતી. તેણે ભારતના મોટા ભાગને હચમચાવી મુકવા ઉપરાંત પાકિસ્તાનના લોકોને પણ હચમચાવી દીધા છે. પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.






ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઘરોના પંખા હલવા લાગ્યા. લોકોએ પોતાની છાજલીઓમાં રાખેલી વસ્તુઓ પણ નીચે પડતી જોઈ. જમ્મુ-કાશ્મીરના પૂંચમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભૂકંપના કારણે એક પંખો ફટાફટ હલતો જોઇ શકાય છે. જમ્મુ-કાશ્મીરમાં એક મહિનામાં આ બીજો ભૂકંપ છે. આ પહેલા બારામુલ્લામાં 12 જુલાઈએ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.


આ પણ વાંચો


Success Story: યુટ્યૂબની સૌથી ફેમસ શિક્ષિકા હિમાંશી આજે કમાઇ રહી છે લાખો રૂપિયા, પહેલી કમાણી હતી માત્ર આટલા રૂપિયા...


Gujarat Rain forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી


Himachal Disaster: હિમાચલમાં વાદળ ફાટતા હાહાકાર, પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 31 લોકોના મોત