PPF account holder will be closed: જો તમે PPF, NPS અને SSY જેવી યોજનાઓમાં પણ રોકાણ કર્યું છે તો 31 માર્ચ પહેલા રોકાણ કરી લો. જો તમે સમયસર રોકાણ નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે.
આ પછી આ ખાતું ફરીથી ખોલવા માટે રોકાણની રકમ સાથે ફી ચૂકવવાની રહેશે. તમે ટેક્સ મુક્તિનો લાભ પણ લઈ શકશો નહીં. આવી કોઈપણ સમસ્યાથી બચવા માટે આગામી 4 દિવસમાં PPF, NPS અને SSYમાં રોકાણ કરો.
PPF અથવા સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સરકારી બચત યોજનાઓ માટે વર્ષમાં ઓછામાં ઓછી 500 રૂપિયા અને 250 રૂપિયાની ડિપોઝિટની જરૂર પડે છે. જો નાણાકીય વર્ષમાં આ ન્યૂનતમ રકમ જમા કરવામાં નહી આવે તો તમારું એકાઉન્ટ ડિફોલ્ટ કેટેગરીમાં આવશે. તમને ટેક્સ મુક્તિનો વધુ ફાયદો નહીં મળે. તેથી તેને 31મી માર્ચ પહેલા પૂર્ણ કરો.