Public Provident Fund: પબ્લિક પ્રૉવિડન્ટ ફંડ (PPF) એ સારા ભવિષ્ય માટે રોકાણનું સારું માધ્યમ છે. આમાં પૈસાનું રોકાણ કરીને લોકો તેમની નિવૃત્તિની તૈયારી કરવા લાગે છે. તાજેતરમાં PPF ખાતાને લઈને કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવી માર્ગદર્શિકામાં રાષ્ટ્રીય નાની બચત યોજના હેઠળ પોસ્ટ ઓફિસ દ્વારા સગીરોના નામે ખોલવામાં આવેલા બહુવિધ PPF ખાતા અને NRIs માટે PPF ખાતાના વિસ્તરણ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નાણા મંત્રાલયે પીપીએફ એકાઉન્ટ સાથે જોડાયેલા 3 નિયમોમાં કર્યો ફેરફાર
નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે PPF ખાતા સંબંધિત 3 નિયમોમાં ફેરફાર કર્યા છે. 21 ઓગસ્ટ, 2024ના રોજ આ સંબંધમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. નવા નિયમો 1 ઓક્ટોબર, 2024થી લાગુ થવા જઈ રહ્યા છે. પરિપત્ર અનુસાર, નાણાં મંત્રાલય પાસે અનિયમિત નાના બચત ખાતાઓને નિયમિત કરવાની સત્તા છે. તેથી આને લગતી તમામ બાબતો નાણા મંત્રાલયને મોકલવી જોઈએ.
સગીરને પૉસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટના બરાબર મળશે વ્યાજ
પરિપત્ર જણાવે છે કે આવા અનિયમિત ખાતાઓ માટે, સગીર 18 વર્ષનો થાય ત્યાં સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ જેટલું વ્યાજ ચૂકવવામાં આવશે. આ પછી તેને સંપૂર્ણ વ્યાજ દર ચૂકવવામાં આવશે. આવા ખાતાની પાકતી મુદત એ તારીખથી ગણવામાં આવશે જે દિવસે સગીર 18 વર્ષની ઉંમરનો થાય.
એનઆરઆઇ પીપીએફ એકાઉન્ટમાં 30 સપ્ટેમ્બર બાદ નહીં આવે વ્યાજ
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો એકથી વધુ PPF ખાતા હોય તો યોજનાના વ્યાજ દર પ્રમાણે પ્રાથમિક ખાતામાં પૈસા આવતા રહેશે. બીજા ખાતામાં પડેલા પૈસા પ્રાથમિક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ સિવાય પ્રાથમિક અને ગૌણ ખાતા સિવાયના કોઈપણ ખાતા પર વ્યાજ આપવામાં આવશે નહીં. NRI PPF ખાતામાં પણ 30મી સપ્ટેમ્બર સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ જેટલું વ્યાજ આપવામાં આવશે. આ પછી તેમના પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.
આ પણ વાંચો
UPS: મોદી સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમ ભારત માટે કેમ છે ફાયદાકારક