PPF Withdrawal Rules: તમે સમય પહેલા પણ PPF ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. ચાલો જાણીએ આ સંબંધિત નિયમો વિશે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સૌથી લોકપ્રિય સ્મોલ સેવિંગ સ્કીમ છે. આ સ્કીમમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાથી તમે જંગી ફંડ મેળવી શકો છો.


હાલમાં સરકાર આ યોજનામાં જમા રકમ પર 7.10 ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ દરનો લાભ આપી રહી છે. ખાતાની પાકતી મુદત પછી તમે સંપૂર્ણ જમા રકમ ઉપાડી શકો છો. પરંતુ, કેટલીકવાર રોકાણકારોને વચ્ચે આંશિક ઉપાડની જરૂર પડે છે. આવી સ્થિતિમાં રોકાણકારોને પીપીએફમાં આંશિક ઉપાડની સુવિધા પણ મળે છે.


ખાતામાંથી સમય પહેલા ઉપાડ કરવા માટે તે જરૂરી છે કે ખાતું ઓછામાં ઓછા 5 વર્ષથી ઓપન હોય. સમય પહેલા ઉપાડ માટે તમારા ખાતામાંથી મહત્તમ 50 ટકા રકમ જ ઉપાડી શકાય છે. PPF સ્કીમમાં રોકાણ કરવાથી તમને આવકવેરાની કલમ 80C હેઠળ 1.50 લાખ રૂપિયાની છૂટ મળશે.


તમે બધા પૈસા ક્યારે ઉપાડી શકશો?


સામાન્ય રીતે, જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે તમે તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. તમે વિવિધ જરૂરિયાતો અનુસાર તેમાંથી અલગ-અલગ રકમ ઉપાડી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે ઘર ખરીદવા માંગો છો, તો તમે તમારા પીએફ ખાતામાંથી 90 ટકા જેટલી રકમ ઉપાડી શકો છો. જો તમારે લોનની ચુકવણી કરવી હોય તો તમે પીએફમાંથી 36 મહિનાના પગારનો ભાગ ઉપાડી શકો છો.


આ સાથે લગ્ન કે સારવાર માટે જરૂર પડે તો પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. ત્યારપછી જ તમે પીએફ ખાતામાંથી આખા પૈસા ઉપાડી શકશો. જ્યારે તમે નિવૃત્ત થાવ અથવા તમે નોકરી છોડી દીધી હોય. જો તમે નોકરી છોડ્યા પછી એક મહિના સુધી કામ ન કરો. ત્યારપછી તમે PF ના 75 ટકા ઉપાડી શકો છો. જો તમે સતત 2 મહિનાથી બેરોજગાર છો. તો તમે બાકીના 25 ટકા પણ ઉપાડી શકો છો.


આ સ્ટેપનો ફોલો કરો


સંપૂર્ણ પીએફ ઉપાડવા માટે, તમારે પહેલા EPFOની સત્તાવાર વેબસાઇટ https://www.epfindia.gov.in/site_en/ પર જવું પડશે. આ પછી તમારે ત્યાં તમારો UAN નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરવું પડશે. આ પછી તમારે ઑનલાઇન સેવાઓ પર જવું પડશે અને ડ્રોપ ડાઉન મેનૂમાંથી તમારે ક્લેમ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારે તમારો બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે અને વેરિફાય પર ક્લિક કરવું પડશે.


આ પછી તમારે હા પર ક્લિક કરવું પડશે અને પછી આગળ વધવા માટે ઑનલાઇન ક્લેમ સાથે આગળ વધવું પડશે. આ પછી તમારે I want to apply for ના વિકલ્પમાંથી ફોર્મ 19 પસંદ કરવાનું રહેશે. આ પછી તમારે Get Aadhaar OTP પર ક્લિક કરવાનું રહેશે. OTP પ્રાપ્ત કર્યા પછી તમારે તેને દાખલ કરવું પડશે અને પછી તમારી અરજી સબમિટ કરવી પડશે. આ પછી તમને એક રેફરન્સ નંબર મળશે જે તમારે નોંધી લેવાનો રહેશે. પૈસા થોડા દિવસોમાં તમારા લિંક કરેલ બેન્ક ખાતામાં આવી જશે.