નવી દિલ્હીઃ પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલ સામાન્ય લોકોને સરકારે વધુ એક ઝાટકો આપ્યો છે. ઇન્ડેન ગેસના સબસિડીવગરના સિલિન્ડરની કિંમત 150 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં 14 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરની કિંમત 144.50 રૂપિયા વી ગઈ છે. હવે દિલ્હીમાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત 858.50 રૂપિયા હશે.

જ્યારે કોલકાતાના ગ્રાહકોએ 149 રૂપિયા વધારે ચૂકવીને 896 રૂપિયા પ્રતિ સિલિન્ડર ચૂકવવા પડશે. તેવી જ રીતે મુંબઈમાં 145 રૂપિયાનો વધારો થયો છે અને હવે અહીં સિલિન્ડરની કિંમત 829.50 રૂપિયા થઈ ગઈ છે.


જો ચેન્નઈની વાત કરીએ તો અહીં સબસિડીવાલા સિલિન્ડરની કિંમતમાં 147 રૂપિયાનો વધારો થયો છે અને તે 881 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. આ વર્ષે બીજી વખત એલપીજીની કિંમતમાં વધારો થયો છે. આ પહેલા 1 જાન્યુઆરીના રોજ સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

ડિસેમ્બરમાં દિલ્હીમાં 14.2 કિલોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 695.00 રૂપિયા હતી જ્યારે કોલકાામાં 725.50, મુબંઈમાં 665 અને ચેન્નઈમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 714 રૂપિયા હતી. આમ માત્ર બે મહિનાની અંદર સામાન્ય લોકોના ખિસ્સા પર 200 રૂપિયાનો બોજ પડ્યો છે.