વેપારી મંચ ટૉફલર મુજબ, પારલે બિસ્કિટને વર્ષ 2019માં 410 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ થયો છે. ગત વર્ષ એટલે કે 2018માં તે 355 કરોડ રૂપિયા હતો. કંપનીની કુલ આવક 6.4 ટકા વધીને 9,030 કરોડ રૂપિયા જેટલી થઇ ગઇ છે. જે ગત વર્ષ કરતા લગભગ 6 ટકા વધુ છે.
ઓગસ્ટ 2019ના રોજ Parle G મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહી હતી. સ્થિતિ એટલી ખરાબ હતી કે કંપની તેના 10,000 જેટલા કર્મચારીઓને છટણીની વાત કરી રહી હતી. કંપનીએ સાથે જ 100 રૂપિયે પ્રતિ કિલો કે તેથી ઓછી કિંમતના બિસ્કિટ પર GST ઘટાડવાની માગ કરી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે જો સરકાર અમારી આ માંગણી નહીં સ્વીકારે તો અમારે 8 થી 10 હજાર લોકોને કાઢવાનો વારો આવશે. કારણ કે વેચાણ ઘટવાથી કંપનીને ભારે નુક્શાન થઇ રહ્યું હતું.
પારલે કંપનીનુ બિસ્કિટનુ વેચાણ 10,000 કરોડ રૂપિયાથી વધારે છે. પારલે માટે 125 થર્ડ પાર્ટી યુનિટ મેન્યુફેક્ચરિંગનુ કામ કરે છે. જોકે માર્કેટ રિસર્ચ કંપની નેલસને ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર્સ ગૂ્ડસ માટે 2019માં ગ્રોથનો અંદાજ 11 થી 12 ટકાથી ઘટાડીને 9 થી 10 ટકા કર્યો છે. જેનુ કારણ ગ્રામ્ય વિસ્તારોમાં ડિમાન્ડમાં ઘટાડો છે. બિસ્કિટ અને નાસ્તા, મસાલા પણ ફાસ્ટ મુવિંગ ગૂડ્સમાં જ આવે છે. એ હિસાબે હવે કંપનીના વર્તમાન નાણાકીય વર્ષના પરિણામો જોવા રસપ્રદ રહેશે.