નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મોદી સરકારની નીતિઓ પર મોટો હુમલો થયો છે. તેમણે ઇશારાઓમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થાને એક વ્યક્તિ પોતાની મરજીથી ચલાવી શકે નહીં. દેશની અર્થવ્યવસ્થા ખૂબ મોટી થઇ ગઇ છે. તેને એક વ્યક્તિ ચલાવી શકે નહીં. આપણે લોકો તેનું ઉદાહરણ જોઇ ચૂક્યા છીએ.


નોંધનીય છે કે રાજન અગાઉથી પણ અનેકવાર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. આ  વખતે પણ તેમણે કહ્યુ કે, જો એક જ વ્યક્તિ અર્થવ્યવસ્થા અંગે નિર્ણય લેશે તો તે ઘાતક સિદ્ધ છે. રાજને કહ્યું કે, નાણાકીય ખાદ્ય વધતા ભારતીય અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડશે. જેનાથી નીકળવા માટે ખૂબ સમય લાગી શકે છે. પૂર્વ ગવર્નર બ્રાઉન યુનિવર્સિટીમાં લેક્ચર આપી રહ્યા હતા.

તેમણે કહ્યું કે, છેલ્લા અનેક વર્ષો સુધી સારુ પ્રદર્શન કર્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં નોંધનીય સ્તર પર મંદી આવી છે. વર્ષ 2016ની પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 9 ટકા રહ્યો હતો. જીડીપીમાં ઘટાડા માટે રાજને ઇન્વેસ્ટમેન્ટ, ઇમ્પોર્ટમાં મંદી જવાબદાર છે. ભારત માટે આર્થિક સંકટ એક લક્ષણના રૂપમાં જોવું જોઇએ નહીં કે મૂળ કારણના રૂપમાં.

રાજને મંદી માટે નોટબંધી અને ત્યારબાદ જીએસટીના નિર્ણયને જવાબદાર ઠેરવ્યો હતો. જીએસટી જલદી લેવામાં આવેલો નિર્ણય હતો. જો બંન્ને નિર્ણય લેવામાં આવ્યો ના હોત તો આજે અર્થવ્યવસ્થા ખૂબ સારી હાલતમાં હોત.