Akasa Air Ticket Booking: શેરબજારના બિગબુલ રાકેશ ઝુનઝુનલાલા સમર્થિત અકાસા એર(Akasa Air) એ જાહેરાત કરી કે એરલાઈન 19 ઓગસ્ટ, 2022 થી બેંગ્લોર અને મુંબઈ (Bengaluru - Mumbai) વચ્ચે ફ્લાઈટ શરૂ કરશે. કંપનીએ આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે 7 ઓગસ્ટ, 2022થી, Akasa Air મુંબઈથી અમદાવાદ ( Mumbai To Ahmedabad) માટે પ્રથમ ટેક-ઓફ સાથે તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. 13 ઓગસ્ટ, 2022થી બેંગ્લોર અને કોચી રૂટ પર ઉડાન ભરશે.
દર અઠવાડિયે 82 ફ્લાઈટ્સ ઉડાન ભરશે
પ્રથમ તબક્કામાં એરલાઈન્સ ફ્લાઈટ્સ ચાર શહેરો મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, કોચીને જોડશે. અકાસા એર ફ્લાઇટ માટે ટિકિટનું બુકિંગ 22 જુલાઈ, 2022થી શરૂ થઈ ગયું છે. આ સાથે અકાસા એર શરૂઆતમાં સ્થાનિક રૂટ પર દર અઠવાડિયે કુલ 82 ફ્લાઇટ્સ ઉડાડશે. જેમાં મુંબઈ-અમદાવાદ રૂટ, બેંગ્લોર અને કોચી રૂટ પર સાપ્તાહિક 26 ફ્લાઈટ્સ અને બેંગ્લોર-મુંબઈ વચ્ચે દર અઠવાડિયે 28 ફ્લાઈટ્સ ઉડશે. શરૂઆતમાં અકાયા એર બે એરક્રાફ્ટ સાથે તેની સેવા શરૂ કરવા જઈ રહી છે. બાદમાં દર મહિને બે એરક્રાફ્ટને કાફલામાં સામેલ કરવામાં આવશે અને 2023ના અંત સુધીમાં એરલાઈન્સના કાફલામાં 18 એરક્રાફ્ટ હશે.
ટૂંક સમયમાં અન્ય શહેરો માટે ફ્લાઇટ્સ
અકાસા એરના સહ-સ્થાપક અને ચીફ કોર્મશિયલ અધિકારી પ્રવીણ અય્યરે તાજેતરમાં જણાવ્યું હતું કે અકાસા એર મેટ્રો શહેરોને ટિયર 2 અને ટીયર 3 શહેરો સાથે જોડશે. 7 જુલાઈ, 2022 ના રોજ, ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર DGCA એ Akasa એરને એર ઓપરેટર પરમિટ આપી હતી, ત્યારબાદ એરલાઈન તેની કોમર્શિયલ ફ્લાઈટ કામગીરી શરૂ કરવા જઈ રહી છે.