Rakesh Jhunjhunwala cause of death:  શેરબજારના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન આજે સવારે થયું હતું. તેમની ઉંમર 62 વર્ષ હતી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડૉક્ટરોની ટીમ સતત તેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સફળ રહ્યા નહોતા. ગત સાંજે જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સતત બગડી રહી હતી. મહત્વનું છે કે, 2-3 સપ્તાહ પહેલાં ઝુનઝુનવાલાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. 


આ હતું ઝુનઝુનવાલાના મૃત્યુનું કારણઃ


ઝુનઝુનવાલાના મૃત્યુનું કારણ મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર હોવાનું કહેવાઈ રહ્યું હતું. ત્યારે હવે બ્રીચે કેન્ડી હોસ્પિટલના ડોક્ટર પ્રતિત સામદાનીએ રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુના કારણ અંગે માહિતી આપી છે. ડો. પ્રતિતે કહ્યું કે, "રાકેશ ઝુનઝુનવાલાને અચાનક હ્રદય રોગનો હુમલો (Cardiac Arrest) આવ્યો હતો અને તેમના મૃત્યુના કારણ પણ આ કાર્ડિયાક અરેસ્ટ જ છે. તેઓ કિડનીની ગંભીર બિમારી સામે પણ જજુમી રહ્યા હતા જો કે તેમનું ડાયાલિસીસ ચાલુ હતું અને કિડનીની સારવાર યોગ્ય રીતે ચાલી રહી હતી. આ સાથે જ રાકેશ ઝુનઝુનવાલાને ડાયાબિટીસ પણ હતી અને તેમનું થોડા સમય અગાઉ જ એન્જીઓપ્લાસ્ટીનું ઓપરેશન પણ થયું હતું."






ભારતના વોરેન બફેટ


રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવાય છે. શેરમાર્કેટમાં રૂપિયા લગાવ્યા બાદ તેમણે બિગ બુલ એરલાઇન સેક્ટરમાં પણ એન્ટ્રી કરી હતી. તેમની નવી એરલાઇન કંપનીએ મોટું રોકાણ કર્યુ હતું અને 7 ઓગસ્ટથી કંપનીએ કામ શરૂ કર્યુ હતું. તેઓ હજારો કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમણે માત્ર 5 હજાર રૂપિયાથી શરૂઆત કરી હતી.









જૂન 2022ના ત્રિમાસિક ગાળા માટેના નવીનતમ શેરહોલ્ડિંગ મુજબ, રાકેશ ઝુનઝુનવાલાના સ્ટોક પોર્ટફોલિયોમાં હાલમાં 32 શેરનો સમાવેશ થાય છે. જેની વર્તમાન નેટવર્થ રૂ. 31,220.9 કરોડથી વધુ છે. રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ પણ કહેવામાં આવે છે. મીડિયા અને રિટેલ રોકાણકારો તેના રોકાણ પર નજર રાખે છે. તેમના મનપસંદ શેરોમાં ફાઇનાન્સ, ટેક, રિટેલ અને ફાર્મા સેક્ટરના શેરોનો સમાવેશ થાય છે.