નવી દિલ્હીઃ જો તમે પણ હોળીના રંગે રંગાવા માટે તૈયાર ચો તો ધ્યાન રહે કે હોળી રમતા સમયે ગજવામાં 500 કે 2000 રૂપિયાની નોટ તો નથી, કારણ કે 500 અને 2000 રૂપિયાની નોટ પર રંગ લાગશે તો આવી નોટ પછી કોઈ કામની નહીં રહે. આ પ્રકારના મેસેજ હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
જોકે ભારતીય રિઝર્બ બેન્કે 3 જુલાઇ 2017માં એક નોટિફિકેશન જારી કર્યું હતું, જે અનુસાર બેન્ક કઇ નોટોનો સ્વીકાર કરી શકે છે અને કઇ નોટો નહીં સ્વીકારે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટિફિકેશન પ્રમાણે જો કોઇપણ નોટ ઉપર કોઇ રાજનીતિક સ્લોગન લખેલું હશે તો તે નોટોનો સ્વીકાર બેન્કો નહીં કરે.
આરબીઆઇએ પોતાના નોટિફિકેશનમાં સ્પષ્ટ કહ્યું છે કે, આવી નોટો નોટો લીગલ ટેન્ડર નહીં રહે. એનો મતલબ એ છે કે, આવી નોટો દેશની કોઇપણ બેન્ક માન્ય નહીં રાખે. આવી નોટો સંપૂર્ણ પણે રદ્દી થઇ જશે. પછી એ નોટની વેલ્યુ ગમે તેટલી કેમ ના હોય. એટલે કે નોટો પર રંગ લાગેલ હોય તો પણ બેંક તેને સ્વીકારવાની ના ન પાડી શકે.