ભારતીય રિઝર્વ બેન્કે નાણાકિય સાક્ષરતા સપ્તાહ મનાવવાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત કેન્દ્રિય બેન્ક દેશવાસીઓને નાણાકિય બાબતે સાક્ષર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જેના પગલે આરબીઆઇએ સોશિયલ મીડિયા પર લોન લેનાર માટે કેટલાક સૂચનો આપ્યાં છે.

આરબીઆઇએ જણાવ્યું છે કે, લોન એટલી જ લો જેના EMI બહુ સરળતાથી આપ ભરી શકો. જે ઉદેશથી લોન લીધી હોય તેનો ઉપયોગ પણ એ જ હેતુસર થવો જોઇએ.


આરબીઆઇએ લોન મુદ્દે સૂચન આપતા જણાવ્યું કે, સમજદારીથી લોન લો અને અધિકૃત સંસ્થા પાસેથી લોન લેવાનું પસંદ કરો. આરબીઆઇએ જણાવ્યું કે, બેન્ક અને રજિસ્ટર્ડ ફાઇનાન્સ કંપની આરબીઆઇ દ્વારા વિનિયમિત હોય છે. આ કંપની કાર્યપ્રણાલીનું પાલન  કરે તો ફરિયાદનું તાત્કાલિક નિવારણ આવે છે. આરબીઆઇએ જણાવ્યું કે, બેન્કો,  NBFC અને HFC જેવી વિનિયમિત સંસ્થા પાસેથી લોન લેવી સમજદારીભર્યું પગલું છે. કારણ કે આ સંસ્થા પર સતત નિરીક્ષણ થતું રહે છે.


આરબીઆઇને જણાવ્યું કે, દરેક બેન્કના ગ્રાહકે અકાઉન્ટ સંબંધિત જાણકારીનું એલર્ટ મેળવવા માટે મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી રજીસ્ટર્ડ કરાવવા અનિવાર્ય છે. ઉલ્લેખનિય છે કે, આરબીઆઇને 1509 ડિજિટલ લોન એપ્સની ફરિયાદ મળી છે.