નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ હટાવી દીધો છે. મોટા ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગમાં લેવાનાર રિયલ ટાઈમ ગ્રોમ સેટલમેન્ટ એટલે કે RTGS ફંડ ટ્રાન્સફર અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) માટે ચાર્જ હટાવી દીધા છે. હવે બેંક પણ પોતાના ગ્રાહકો માટે ચાર્જ ઓછો કરી શકે છે. આરબીઆઈએ આ નિર્ણય ડિજટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે લીધો છે.

રૂપિયા ટ્રાન્સફર કરનારાઓ માટે સારા સમાચાર, RTGS-NEFTને લઈને RBIએ કર્યો મહત્ત્વનો નિર્ણય


આરબીઆઈ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, બેંકોએ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએઐ અને તેમણે આ ચાર્જમાં ઘટાડો કરવો જોઈએ. બેંકોને આ મામલે એક સપ્તાહની અંદર નિર્દેશ આપવામાં આવશે.



નોંધનીય છે કે, અત્યાર સુધી આરબીઆઈ આરજીટીએસ અને એનઈએફટી પર ચાર્જ વસૂલતું હતું. આરબીઆઈ 2 લાખથી 5 લાખ સુધીના આરટીજીએસ માટે 25 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો અને 5 લાખથી વધારેની રકમ પર 50 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો.



જ્યારે એનઈએફટી માટે બેંક 10 હજાર સુધીની રકમ પર 2.5 રૂપિયા, 10 હજારથી 1 લાખ સુધીની રકમ પર 5 રૂપિયા, એક લાખથી 2 લાખ સુધીની રકમ પર 15 રૂપિયા અને બે લાખથી વધારેની રકમ પર 25 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો.