વોશિંગ્ટનઃ અમેરિકા તરફતી ભારતને આપવામાં આવતી પ્રેફરન્શિયલ ટ્રેડ સ્ટેટસ વ્યવસ્થા ખત્મ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા 5 જૂનથી ભારતને આપવામાં આવેલ જીએસપીનો દરજ્જો ખત્મ કરી દેશે. ટ્રમ્પે આ વર્ષે માર્ચમાં ભારતને જીએસપી કાર્યક્રમમાંથી દૂર કરવાની જાહેરાત કરી હીત.



ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘મેં આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે અમેરિકા સાથે જોડાણ હોવા છતાં ભારતે અમેરિકાને એ આશ્વાસન નથી આપ્યું કે તે અમેરિકાની પ્રોડક્ટને ભારતના બજારમાં સમાન અને યોગ્ય પહોંચ ઉપલબ્ધ કરાવશે.’ ટ્રમ્પે માર્ચમાં ટર્કી પાસેથી પણ આ દરજ્જો લઈ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ટ્રમ્પ ઘણી વખત અનેક મેંચથી ભારત અને ટર્કી માટે આ વાત કરી ચૂક્યા છે.



અમેરિકાનું એ પણ કહેવું છે કે, ભારતમાં પ્રતિબંધોને કારણે તેમને વ્યાપારિક નુકસાન થઈ રહ્યું છે, સાથે જ ભારત જીએસપીના માપદંડ પૂરા કરવામાં નિષ્ફળ રહ્યું છે. જોકે ટ્રમ્પના આ નિવેદન બાદ વાણિજ્ય સચિવ અનૂપ વધાવનને કહ્યું હતું, ‘અમેરિકાના આ નિર્ણયથી 5.6 અબજ ડોલરની નિકાસ પર કોઈ વિશેષ અસર નહીં થાય.’