રાજને કહ્યું કે, ભારતે તેની રાજકોષીય ખાધ ઘટાડી છે. હાલ ચાલુ ખાતાની ખોટ વધી રહી છે. રાજને આ માટે ઓઈલની વધતી કિંમતોને જવાબદાર ગણાવી હતી.
આરબીઆઈના પૂર્વ ગવર્નરે કહ્યું, રૂપિયાનું અવમૂલ્યન હાલ ચિંતાજનક સ્તરે નથી પહોંચ્યું. વૈશ્વિક રૂતે ડોલરની મજબૂતી તેનું કારણ હોઈ શકે છે. ભારત અને બ્રાઝિલ જેવા દેશોએ વ્યાપક રીતે સ્થાયિત્વ બનાવી રાખવા મોટો પડકાર છે.
યુપીએ શાસનમાં સારા જીડીપી આંકડાના વિવાદ પર રાજને કહ્યું કે, હજુ આપણે આગળ જોવું પડશે. ભારત આશરે 7.5 ટકાના દરથી ગતિ કરી રહ્યું છે. પૂર્વ ગર્વનરે કહ્યું કે, ચાલુ ખાતાની ખોટ વધે નહીં અને રાજકોષીય ખાધ જળવાઈ રહે તેનું ભારતે ધ્યાન રાખવું પડશે.