ચાલુ વર્ષની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેંકે અનિયમિતતાના આરોપમાં 36 સરકારી, પ્રાઇવેટ અને વિદેશી બેંકોને 71 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પંજાબ નેશનલ બેંકના 14,000 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીએ સ્વિફ્ટનો જ ઉપયોગ કર્યો હતો.
માર્ચની શરૂઆતથી આરબીઆઈએ વિવિધ નિર્દેશોનું પાલન નહીં કરવાને લઇ ભારતીય સ્ટેટ બેંક, યૂનિયન બેંક, દેના બેંક અને આઈડીબીઆઈ બેંકને દંડ ફટકાર્યો છે. જેમાં યૂનિયન બેંકને 3 કરોડ રૂપિયા, દેના બેંકને 2 કરોડ રૂપિયા તથા આઈડીબીઆઈ અને એસબીઆઈને 1-1 કરોડ રૂપિયા દંડ લગાવાયો છે.