નવી દિલ્હીઃ ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યાએ જેટ એરવેઝના રાહત પેકેજને લઈ મંગળવારે સરકારી બેંકો પર બેવડા માપદંડ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. માલ્યાએ એનડીએ સરકાર પર પણ નિશાન સાધ્યું છે. નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝને બચાવવા ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વમાં બેંકો દ્વારા કંપનીનું મેનેજમેન્ટ તેમના હાથમાં લેવામાં આવ્યા બાદ માલ્યાએ એક બાદ એક અનેક ટ્વિટ કર્યા હતા. માલ્યાએ કહ્યું કે, ‘કિંગફિશર માટે પણ આમ કરવામાં આવી શક્યું હોત.’


માલ્યાએ ટ્વિટ કરીને લખ્યું કે, આ જોઈને ખુશી થઈ કે જાહેર ક્ષેત્રની બેંકોએ નોકરી, કનેક્ટિવિટી અને કંપનીને બચાવવા માટે જેટ એરવેઝને મદદ કરી. આ બેંકોએ શ્રેષ્ઠ સુવિધા અને કનેક્ટિવિટી આપતી દેશની સૌથી સારી એરલાઇન્સના મામલે આવું નહોતું કર્યું અને તેને બરબાદ થવા છોડી દીધી હતી. આ એનડીએ સરકારના બેવડા માપદંડ છે.


માલ્યાએ કિંગફિશર અને જેટ એરવેઝ મામલે અલગ અલગ વર્તન કરવા બદલ બીજેપીની નિંદા કરી. શરાબ કારોબારીએ કહ્યું, બીજેપી પ્રવક્તાએ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહને મોકલેલા મારા પત્રોનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો અને યુપીએ સરકારમાં સરકારી બેંકોએ કિંગફિશર એરલાઇન્સને ખોટી રીતે મદદ કરી હોવાનો આરોપ લગાવ્યો. મીડિયાએ મને વર્તમાન પ્રધાનમંત્રી સામે લખવા માટે ઉશ્કેર્યો છે.


માલ્યાએ લખ્યું તે, હું ફરીથી કહું છું કે મેં સરકારી બેંકો અને અન્ય ઋણદાતાની બાકી રકમ ચૂકવવા માટે માનનીય કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ મારી ચલ સંપત્તિ રાખી છે. બેંક પૈસા કેમ નથી લઈ રહી. તેનાથી બીજું કંઈ નહીં તો પણ જેટ એરવેઝને બચાવવામાં મદદ મળશે.


ભાજપના આ નેતાએ PM મોદી, અમિત શાહને કહ્યા ‘ગુજરાતી ઠગ’, BJPએ પાર્ટીમાંથી......

દયાબેન બાદ હવે આ સ્ટાર છોડી શકે છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ, નામ જાણીને ચોંકી જશો

મુખ્યમંત્રી રૂપાણીએ પૂર્વ PM મનમોહનસિંહને લઈને શું આપ્યું વિવાદાસ્પદ નિવેદન? જુઓ વીડિયો


કોંગ્રેસના કયા ત્રણ ધારાસભ્યો ગયા દિલ્લી? જુઓ વીડિયો