નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એમએસએફ રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ કોઈપણ ફેરફાર વગર 4 ટકા પર જાળવી રાખ્યો છે. એમએસએફ રેટ અને બેંક રેટ પણ કોઈપણ ફેરફાર વગર 4.25 ટકા રહેશે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ કોઈપણ ફેરફાર વગર 3.35 ટકા રહેશે. આ જાણકારકી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આપી છે.
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, “2021-22માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 9.5 ટકા છે. આ પ્રથમ ક્વાર્ટરમાં 18.5 ટકા, બીજા ક્વાર્ટરમાં 7.9 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 7.2 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 6.6 ટકા રહેશે. સીપીઆઈ ફુગાવો 2021-22માં 5.1 ટકા રહેવાનો અંદાજ છે.”
આરબીઆઈ ગવર્નરે કહ્યું, ‘મોનસૂન સામાન્ય રહેવાથી અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધારવામાં મદદ મળશે. ફુગાવામાં હાલમાં આવેલ ઘટાડાથી કેટલીક આશા જન્મી છે, આર્થિક વૃદ્ધિ દર પાટા પર લાવવા માટે બધી બાજુએથી નીતિગત સપોર્ટની જરૂરત છે.’ આરબીઆઈનો અંદાજ છે કે, ચાલુ નાણાંકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 10.5 ટકાથી ઘટીને 9.5 ટકા રહેવાનો અંદાજ છે.
આરબીઆઈ (RBI) ગવર્નર દાસે કહ્યું, ‘આરબીઆઈ (RBI) 17 જૂનના રોજ 40 હજાર કરોડ રૂપિયાની સરકારી સિક્યૂરિટી ખરીદશે. બીજા ક્વાર્ટરમાં 1.2 લાખ કરોડ રૂપિયાની સરકારી સિક્યુરિટી ખરીદવામાં આવશે. રિઝર્વ બેંક ગવર્નરે કહ્યું કે, અમારો અંદાજ છે કે દેશનું વિદાશી જમા નાણું 600 અબડ ડોલરને પાર નીકળી જશે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે અર્થવ્યવસ્થાને લઈ કેટલાક સેક્ટરોને આશાનું કિરણ ગણાવ્યું. તેઓએ કહ્યું કે, તેમણે જણાવ્યું કે સામાન્ય ચોમાસાનું અનુમાન, કૃષિ ક્ષેત્રની ક્ષમતા અને ગ્લોબલ રિકવરીના કારણે આર્થિક ગતિવિધિઓમાં તેજી આવી શકે છે.