નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર તાજેતરમાં ગૂગલ પે ટ્રેન્ડ થયું હતું. ગૂગલ પે સાથે જોડાયેલા ત્રણ હેશટેગ #GPayBanned By RBI, #GPay Is Illegal અને #Google Pay ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ હેશટેગ સાથે સંકળાયેલા ટ્વિટમાં કહેવામાં આવતું હતું કે આરબીઆઈ એ ગૂગલ પે પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગૂગલ પે ગેરકાનૂની છે. કેટલાક લોકોએ આ હેશટેગની સાથે લિંક પણ શેર કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આરબીઆઈએ પેમેન્ટ એપ ગૂગલ પેને બેન કરી દીધી છે.
NBCIએ શું કરી સ્પષ્ટતા
ભારતમાં ઓનલાઈન પેમેન્ટનું સંચાલન કરતી સરકારી કંપની નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ કહ્યું કે ગૂગલ પે પર પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો. આ માત્ર અફવા છે. એનપીસીઆઈએ કહ્યું કે, ગૂગલ પે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે અને પૂરી રીતે કાનૂની છે.
ગૂગલ પે થર્ડ પાર્ટી એપ પ્રોવાઇડર છે, જે યુપીઆઈના ફ્રેમવર્ક અંતર્ગત કામ કરે છે. આરબીઆઈએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. આરબીઆઈએ કહ્યું કે, ગૂગલ પેની પેમેન્ટ સિસ્ટમને લઈ કોઈ આપત્તિ નથી. જે બાદ ગૂગલે આ અંગે ચાલી રહેલી ખબરોનું ખંડન કરતા કહ્યું કે, ગૂગલ પે પૂરી રીતે કાયદા અંતર્ગત રહીને કામ કરે છે.
ગૂગલ પેએ પણ જાહેર કર્યુ નિવેદન
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો હતો કે ગૂગલ પેથી મની ટ્રાન્સફર સલામત નથી. ગૂગલ પે એપ પૂરી રીતે ગેરકાનૂની અને અનસેફ છે. જેના પર ગૂગલે નિવેદન જાહેર કરીને કહ્યું આને લઈ અફવા ફેલાવવામાં આવી રહી છે. તેનાથી મની ટ્રાન્સફર પૂરી રીતે સલામત છે. ગૂગલ પે અંગે એનપીસીઆઈની વેબસાઈટ પરથી પણ જાણી શકાય છે. એનપીસીઆઈએ પણ પુષ્ટિ કરી છે કે ગૂગલ પે પૂરી રીતે કાનૂની એપ છે.
Reliance Jioની 444 રૂપિયામાં ધમાકેદાર ઓફર, Vodafone અને Airtel પણ આપી રહ્યા છે શાનદાર પ્લાન
રીઝર્વ બેંકે ભારતમાં ગુગલ પે પર પ્રતિબંધ મૂકી દીધો છે ? ભારત સરકારે કરી શું મોટી જાહેરાત ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2020 09:59 AM (IST)
ભારતમાં ઓનલાઈન પેમેન્ટનું સંચાલન કરતી સરકારી કંપની નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ કહ્યું કે ગૂગલ પે પર પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -