મુંબઈ. ભારતીય રિઝર્વ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સરકારને રૂ. 30,307 કરોડનું ડિવિડન્ડ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. શુક્રવારે આરબીઆઈ બોર્ડની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. આ ડિવિડન્ડ નાણાકીય વર્ષ 2021-22 માટે છે. બોર્ડે Contingency Risk Bufferને 5.5 ટકા જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.
આરબીઆઈએ શુક્રવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરપ્લસ ફંડને ડિવિડન્ડના રૂપમાં સરકારને ટ્રાન્સફર કરવામાં આવશે. કેન્દ્રીય બોર્ડની 596મી બેઠક આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
નવી ડિવિડન્ડ સિસ્ટમ
મે 2021 માં રિઝર્વ બેંકે જૂલાઈ 2020 થી માર્ચ 2021 સુધીના 9 મહિના માટે સરકારને 99,122 કરોડ રૂપિયા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે આરબીઆઈએ નાણાકીય વર્ષના આધારે ડિવિડન્ડની ચૂકવણીની સિસ્ટમ પણ લાગુ કરી હતી. તે પહેલા સેન્ટ્રલ બેંક જુલાઈ-જૂન સમયગાળાના આધારે ડિવિડન્ડ જાહેર કરતી હતી.
આર્થિક સ્થિતિની સમીક્ષા
આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં વર્તમાન આર્થિક પરિસ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં દેશની આર્થિક સ્થિતિ ઉપરાંત વૈશ્વિક પડકારો અને વર્તમાન ભૌગોલિક-રાજકીય વિકાસની સંભવિત અસરનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગત નાણાકીય વર્ષમાં આરબીઆઈની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં નાણાકીય વર્ષ 2021-22 માટે વાર્ષિક અહેવાલ અને હિસાબોને પણ મંજૂરી આપવામાં આવી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય બેંક અને અન્ય સરકારી માલિકીની બેંકો પાસેથી રૂ. 73,948 કરોડના ડિવિડન્ડ મળવાનો અંદાજ મૂક્યો હતો.
IPLની આ સિઝનમાં ફાક ડુ પ્લેસીસ દમદાર કેપ્ટન સાબિત થયો, જાણો કોણ કોણ છે ટૉપ પર........
Post Office: પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે સારા સમાચાર, NEFT સેવા શરૂ, ટૂંક સમયમાં જ મળશે RTGS સુવિધા
એસટી બસમાં રાત્રે મુસાફરી કરતી એકલી મહિલાઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો, આ જગ્યાએ ચાલુ બસે ડ્રાઈવરે...