Faf du Plessis, IPL 2022: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ગઇકાલ રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવી દીધુ. આ મેચમાં આરસીબીની કેપ્ટને ફાક ડુ પ્લેસીસે 44 રનની ઉપયોગી ઇનિંગ રમી. ડુ પ્લેસીસે એક ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. તે આ સિઝનમાં એક કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલામાં બીજા નંબર પર પહોંચી ગયો છે. ડુ પ્લેસીસની ટીમ આરસીબીએ આઇપીએલ 2022માં અત્યાર સુધી દમદાર પ્રદર્શન કર્યુ છે.  


આઇપીએલમાં એક કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલામાં કેએલ રાહુલ પહેલા નંબર પર છે, લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન રાહુલે અત્યાર સુધી 537 રન બનાવ્યા છે. જ્યારે ડુ પ્લેસીસ 443 રન સાથે બીજા નંબર પર પહોંચ્યો છે. તેને આઇપીએલમાં 2022 માં 3 ફિફ્ટી ફટકારી છે, તેનો સર્વશ્રેષ્ઠ સ્કૉર 96 રનનો છે. આઇપીએલ 2022 માં એક કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલામાં હાર્દિક પંડ્યા ત્રીજા નંબર પર છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 413 રન બનાવ્યા છે. 


ઉલ્લેખનીય છે કે બેંગ્લૉરની ટીમ ગુજરાત સામે મેચ જીત્યા બાદ પૉઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર પહોંચી ગઇ છે. આરસીબીએ આ સિઝનમાં 14 મેચો રમતા 8 માં જીત હાંસલ કરી છે, જ્યારે તેને 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત બાદ ટીમની પ્લેઓફનાં પહોંચવાની આશા જીવંત રહી છે. જોકે તેને રનરેટ સારો નથી. આરસીબીનો રનરેટ -0.253 છે.


આ પણ વાંચો.......... 


5G Testing : IIT મદ્રાસમાં 5Gનું સફળ પરીક્ષણ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વૉઇસ અને વીડિયો કૉલ કર્યો, જુઓ વિડીયો


Kidney Stones: દર્દીની કિડનીમાંથી ડોક્ટરે કાઢી 206 પથરી, 6 મહિનાથી પેટમાં દુખાવો હતો


જગદીશ ઠાકોરના હાર્દિક પટેલ પર પ્રહાર, કહ્યું- “જેલ જવાના ડરથી હાર્દિકે રાજીનામું આપ્યું”


Womens World Boxing Championships: નિકહત ઝરીને રચ્યો ઇતિહાસ, ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ


Assam Flood: આસામમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ, લાખો લોકો થયા પ્રભાવિત


Rupee at All time Low: ઐતિહાસિક નીચી સપાટીએ ગબડ્યા બાદ બંધ થયો રૂપિયો, 5 દિવસથી ઘટાડાનો નવો રેકોર્ડ બન્યો