રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બુધવારે એવી મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી પર્સનલ લોન કે નાના વ્યવસાય માટે અનધિકૃત લોન લેવાથી બચવા કહ્યું કે, જે તાત્કાલિક અને કોઈ પણ કાગળ વગર લોન આપવાની ઓફર કરે છે.
આરબીઆઈએ કહ્યું કે, આવા પ્લેટફોર્મના વ્યાજ દર પણ ઘણા ઉંચા હોય છે અને વધારા ચાર્જ પણ હોય છે. તેની સાથે જ, તેઓ મોબાઈલ ફોન ધારકોના ડેટાનો ખોટો ઉપયોગ પણ કરે છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે- “સામાન્ય લોકોને સાવધાન કરવામાં આવે છે કે, આ પ્રકારની ખોટી પ્રવૃતિઓ અને ઓનલાઈન/મોબોઈસ એપના માધ્યમથી કંપની/ફર્મની લોનની ઓફરની ચકાસણી કરો.”
વધુમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાહકોએ કેવાઈસી ડોક્યૂમેન્ટસ કોઈ અજાણી વ્યક્તિ, અનધિકૃત એપને આપવાથી બચવું જોઈએ અને આવી ઘટનાઓ વિશે સંબંધિત કાનૂન પ્રવર્તન એજન્સીઓને જાણ કરવું જોઈએ.
વધુમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાહકોએ કેવાઈસી ડોક્યૂમેન્ટસ કોઈ અજાણી વ્યક્તિ, અનધિકૃત એપને આપવાથી બચવું જોઈએ અને આવી ઘટનાઓ વિશે સંબંધિત કાનૂન પ્રવર્તન એજન્સીઓને જાણ કરવું જોઈએ.