નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મંગળવારે કહ્યું કે, તે 50 રૂપિયાની નવી નોટ જારી કરશે. આ નોટ પર આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે. રિઝર્વ બેંક પચાસ રૂપિયાની આ નવી નોટ મહાત્મા ગાંધી (નવી) સીરીઝમાં જારી કરશે.
આ નોટની ડિઝાઈન મહાત્મા ગાંધીની નવી સીરીઝવાળી 50 રૂપિયાની નોટ જેવી જ હશે. આરબીઆઈએ કહ્યું, પહેલા જારી કરવામાં આવેલ 50 રૂપિયાની તમામ નોટ ચલણમાં યથાવત રહેશે.
18 ઓગસ્ટ 2018ના રોજ આરબીઆઈએ 50 રૂપિયાની નવી નોટ જારી કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ 50 રૂપિયાન નવી નોટ ફ્લોરિસેન્ટ વાદળી રંગમાં આવી હતી. આ નવી નોટ પણ મહાત્મા ગાંધી સીરીઝની જ હતી. તેમાં પાછળની બાજુ રથની સાથે હમ્પીના મંદિરની તસવીર છે. 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 2000 રૂપિયાની નોટ જારી કર્યા બાદ આ પ્રથમ નોટ હતી જે લાવવાની સત્તાવાર જાહેરાત આરબીઆઈ કરી હતી.