નકલી ખબરો ફોરવર્ડ કરતા અગાઉ થઇ જાઓ સાવધાન, વોટ્સએપે શરૂ કરી આ કાર્યવાહી
abpasmita.in | 14 Apr 2019 09:30 AM (IST)
ભારતીય ચૂંટણી પંચ સાથે થયેલી વાતચીતમાં વોટ્સએપે કહ્યું કે, પોલ પેનલ દ્ધારા આપતિજનક સામગ્રી અથવા નકલી રિપોર્ટના સ્ક્રીન શોર્ટ શેર કરવા પર અમે એવા ફોન નંબરો પર પોતાની ચેટ સર્વિસ બ્લોક અથવા ડિસેબર કરી રહ્યા છીએ.
નવી દિલ્હીઃ ફેસબુકની માલિકીની કંપની વોટ્સએસએ ચૂંટણી પંચના આદેશ પર એ મોબાઇલ નંબરના ચેટ્સને ડિસેબલ અથવા બ્લોક કરવાનું શરૂ કરી દીધું છે જે ચૂંટણી સંબંધિત નકલી સમાચાર અથવા આપતિનજક સામગ્રી ફેલાવી રહ્યા છે. આ સંબંધમાં પ્રથમ વોટ્સએપ નંબર 11 એપ્રિલના રોજ મતદાન અગાઉ ડિએક્ટિવેટ કર્યો હતો. ભારતીય ચૂંટણી પંચ સાથે થયેલી વાતચીતમાં વોટ્સએપે કહ્યું કે, પોલ પેનલ દ્ધારા આપતિજનક સામગ્રી અથવા નકલી રિપોર્ટના સ્ક્રીન શોર્ટ શેર કરવા પર અમે એવા ફોન નંબરો પર પોતાની ચેટ સર્વિસ બ્લોક અથવા ડિસેબર કરી રહ્યા છીએ. ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું કે, વોટ્સએપની કાર્યવાહી સિવાય 500 ફેસબુક પોસ્ટ, લિંક અને ટ્વિટરના બે પોસ્ટ મતદાનના પ્રથમ ચરણથી 48 કલાક અગાઉ હટાવી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા કંપનીઓએ તાજેતરમાં જ આપતિજનક કન્ટેન્ટને ડિલીટ કરવા અને રાજકીય જાહેરાતમાં પારદર્શિતા લાવવા માટે એક સ્વૈચ્છિક સંહિતાનું પાલન કરવા માટે સહમતિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ સૌથી મોટી ચિંતા એ વાતને લઇને હતી કે અંતમાં વોટ્સએપ પર આ નિયમ કેવી રીતે લાગુ કરવામાં આવે. કારણ કે ફેસબુક અને ટ્વિટરની જેમ નકલી ખબરો પર લગામ લગાવવા માટે વોટ્સએપ મેસેજને પાછા લઇ શકાતા નથી. નોંધનીય છે કે ચૂંટણી પંચ દ્ધારા મોકલવામાં આવતા આપતિજનક કન્ટેન્ટને ફેસબુક અને ટ્વિટર પરથી હટાવી દેવામાં આવે છે. પરંતુ વોટ્સએપ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્ધારા સુરક્ષિત હોય છે. તેના કારણે કન્ટેન્ટ સુધી કંપની પહોંચી શકતી નથી. એવામાં વોટ્સએપ પાસે આ નંબરોને બ્લોક કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.