સરકારે નાની બચત યોનાઓ વ્યાજ દર ઘટાડાવનો નિર્ણય તો પરત લઈ લીધો છે પરંતુ આમ થવાથી બેંક એફડી પર આધાર રાખનારા થાપણદારોએ નુકસાન ઉઠાવવું પડી શકે છે. ફેબ્રુઆરી મહિનો એફડીથી રિયલ નેગેટિવ રિટર્નનો 10મો મહિનો હતો. જ્યારે કેટલાક લેન્ડર્સ જેમ કે એસબીઆઈ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પ (એચડીએફસી)એ હાલમાં જ એફડીના વ્યાજ દરમાં વધારો કર્યો છે. નોંધનીય છે કે, આગામી સપ્તાહથી દ્વિમાસીક નાણાંકીય નીતિ ભવિષ્યના રેટ નક્કી કરી શકે છે.


દેશની સૌથી મોટી બેંક એફડી પર 5 ટકા વ્યાજ આપે છે
ટેક્સ અને ફુગાવા માટે સમાયોજિત એસબીઆઈની સાથે એક વર્ષની  રિટેલ ટર્મ ડિપોઝિટ પર ઓગસ્ટમાં 1.53 ટકાના દરે વળતર હતું. જ્યારે દેશની સૌથી મોટી બેંક એક સાથે એક વર્ષની જમા રકમ પર 5 ટકાના દરે વ્યાજ આપે છે, જેના પર 30 ટકા લેખે ટેક્સ ગણાં 3.5 ટકા પ્રભાવી રકમ થાય છે. હેડલાઈન કન્ઝ્યૂમર ફુગાવાનો 5.0. ટકાનો દર થાપણદારો માટે નેગેટિવ રિટર્નનું પરિણામ છે. થાપણદારોમાં હવે અપેક્ષિત ઓછો ઘટાડો આવ્યો છે કારણ કે 2020ના ગાળામાં ફુગાવો ઉંચાઈથી ઘટ્યો અને રેપો રેટમાં કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો.


આરબીઆઈ ગવર્નરે નાની બચત યોજનાઓ તરફ કર્યો હતો ઇશારો


જ્યારે ફેબ્રુઆરીની નાણાંકી નીતિ બાદ, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે સવાલ ઉઠાવ્યા હતા કે શું કેન્દ્રીય બેંકો દ્વારા “યીલ્ડ કર્વને ક્રમિક વિકાસ” પર ફોકસ કરવાનું બચતકર્તાઓને નુકસાન પહોંચાડી રહ્યું હતું? તેમણે ઇનવેસ્ટમેન્ટ એવન્યૂ તરીકે નાની બચત યોજનાઓ તરફ ઇશારો કર્યો હતો. તેની સાથે જ તેમણે કહ્યું હતું કે, જ્યારે બેંક પોતાના ઉધાર દરોને ઘટાડી રહી છે તો સ્વાભાવિક રીતે તેનો હિસ્સો પણ બચતકર્તાઓને જ જાય છે. આપણે એ પણ સમજવું જોઈએ કે નાની બચત યોચનો, જેને સરકાર ચલાવે છે અથવા આરબીઆઈ જે યોજના ચલાવે છે, તે અન્ય એવન્યૂ છે અને નાના રોકાણકારો અને નાના બચતકર્તાઓ આ સુવિધાઓનો લાભ લઈ શેક છે.”


મોંઘવારી એશિયામાં ઘણી અનુકૂળ રહી છે


જણાવીએ કે, જાન્યુઆરીમાં, એસબીઆઈએ પોતાની એક વ્રષના એફડીના દર 10bps વધારીને 5% અને એચડીએફસીએ હાલમાં જ એફડીના રેટમાં 25bpsનો વધારો કર્યો હતો. કેટલીક અન્ય બેંકો પણ હવે રેટ વધારી રહી છે. જ્યારે મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે કહ્યું કે, મોંઘવારી એશિયામાં ઘણી અનુકૂળ રહી છે, પરંતુ તમાં ફેરફાર કરી શકાય છે. “ભારત અને ફીલીપિંસ અપવાદ છે. આ અર્થવ્યવસ્થામાં મોંઘવારી કમ્ફર્ટ લેવલથી ઉપર છે અને નીતિ નિર્માતાઓ માટે ચેલેન્જની યાદીમાં સામેલ છે.