Reliance AGM 2024 Live: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો AI ક્લાઉડ ઓફર લોન્ચ કરવાની જાહેરાત કરી છે જેમાં દરેક જિયો યુઝરને 100 GB ક્લાઉડ સ્ટોરેજ તદ્દન મફતમાં આપવામાં આવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી AGM બેઠકમાં મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયો AI ક્લાઉડ વેલકમ ઓફર (Jio AI Cloud Welcome offer) આ જ વર્ષે દિવાળી પર લોન્ચ કરવામાં આવશે.


મુકેશ અંબાણીએ કહ્યું, "મને જિયો AI ક્લાઉડ વેલકમ ઓફરની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે. જિયો યુઝર્સને 100 GB મફત ક્લાઉડ સ્ટોરેજ મળશે જેમાં તેઓ તેમના ફોટા, વીડિયો, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ કન્ટેન્ટ અને ડેટા સ્ટોર કરી શકશે." તેમણે કહ્યું, "અમે આ જ વર્ષે દિવાળી પર જિયો AI ક્લાઉડ વેલકમ ઓફર લોન્ચ કરીશું જેના દ્વારા અમે શક્તિશાળી અને કિફાયતી સોલ્યુશન્સ લાવી રહ્યા છીએ જેમાં ક્લાઉડ ડેટા સ્ટોરેજ અને ડેટા પાવર્ડ AI સેવાઓ દરેક જગ્યાએ દરેક વ્યક્તિને ઉપલબ્ધ થઈ શકશે."


રિલાયન્સ AGM બેઠકને સંબોધિત કરતાં મુકેશ અંબાણીએ કહ્યું, "જિયો એવા ટૂલ્સ અને પ્લેટફોર્મ્સ વિકસાવી રહ્યું છે જેમાં સંપૂર્ણ AI લાઈફસાયકલ (AI lifecycle) જોવા મળશે જેને જિયો બ્રેઈન (Jio Brain) નામ આપવામાં આવ્યું છે." તેમણે કહ્યું, "ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ગીગાવોટ સ્કેલ AI રેડી સેન્ટર્સ તૈયાર કરી રહી છે જેને કંપનીની ગ્રીન એનર્જીથી પાવર મળશે."


મુકેશ અંબાણીએ કહ્યું, "રિલાયન્સ જિયો વિશ્વની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે. એકલા જિયોના નેટવર્ક પર વિશ્વનો 8 ટકા મોબાઈલ ડેટા ટ્રાફિક ચાલે છે. આ આંકડો કેટલો મોટો છે તેનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે આ વિકસિત બજારો સહિત તમામ મુખ્ય વૈશ્વિક ઓપરેટર્સ કરતાં વધારે છે." AGM બેઠકને સંબોધિત કરતાં આકાશ અંબાણીએ કહ્યું કે, "જિયો ફોનકોલ AI થી યુઝર્સ દરેક ફોન કોલમાં AIની મદદ લઈ શકશે. AI બધા કોલ્સને આપોઆપ રેકોર્ડ કરશે અને ક્લાઉડ પર સેવ કરી દેશે. તેની સાથે જ તે સમગ્ર વાતચીતને ટ્રાન્સક્રાઈબ કરીને ટેક્સ્ટ ફોર્મેટમાં બદલી દેશે."


આ પણ વાંચોઃ


Unified Pension Scheme: જો 10 વર્ષ પહેલા નિવૃત્ત થયા તો કેટલું પેન્શન મળશે, જાણો UPS ના નિયમો શું કહે છે