મુકેશ અંબાણીએ જણાવ્યું કે, રિલાયન્સ જિઓના ત્રણ વર્ષ પૂરા થવા પર 5 સપ્ટેમ્બર 2019થી જિઓ ગીગા ફાઈબરની કોમર્શિયલ સેવાઓ સમગ્ર દેશમાં ઉપલબ્ધ હશે. તેમણે જણાવ્યું કે, જિઓ ગીગા ફાઈબરની ઓછામાં ઓછી સ્પીડ 100 એમબીપીએસ હશે જે 1 જીબીપીએસ સુધી જશે. તેના માટે ગ્રાહકોએ 700 રૂપિયાથી લઈને 10000 હજાર રૂપિયા પ્રતિમાસ ખર્ચ કરવો પડશે. આ ખર્ચ પ્લાન પર ઉપલબ્ધ હશે. તેમણે કહ્યું કે, જિઓ ગીગા ફાઈબર પર વોયસ કોલ સંપૂર્ણ રીતે ફ્રી હશે અને ગ્રાહકોએ માત્ર ડેટા માટે જ ચૂકવણી કરવી પડશે. આગળ વાંચો અન્ય મહત્ત્વની જાહેરાત.....
- ઇન્ટરનેશનલ કોલિંગ પેક 500 રપિયા પ્રતિ માસ અમેરિકા અને કેનેડામાં ફિક્સ લાઈન માટે.
- જિઓ ફાઈન પ્લાન પર તમામ ઓટીટી, એપ્લીકેશન ઉપલબ્ધ હશે.
- પ્રીમિયમ જિઓ ફાઈબર ગ્રાહક એ જ દિવસ રિલીઝ થનારી ફિલ્મ જોઈ શકશે.
- જિઓ ફોર એવર પ્લાન લેનાર ગ્રાહકોને 4કે ટીવી અને સેટ ટોપ બોક્સ ફ્રીમાં મળશે.
- રિલાયન્સ દેશમાં સૌથી વધારે જીએસટી અને ઇનકમ ટેક્સ આપતી કંપની બની.
- નાણાંકીય વર્ષ 2018-19માં રિલાયન્સે 26379 કરોડ રૂપિયા કસ્ટમ અને એક્સાઈઝ ડ્યૂટી તરીકે આપ્યા.
- સમાન ગાળામાં 67320 કરોડ રૂપિયાનો જીએસટી અને 12191 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યો.
- ભારતીય અર્થવ્યવસ્થામાં સૌથી વધારે ફાળો આપતી કંપની છે રિલાયન્સ.
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરમાં સૌથી વધારે નફો કરતી કંપની બની.