મુંબઈઃ દેવાના સંકટમાં ઘેરાયેલી અનિલ અંબાણી સંચાલિત કંપની રિલાયન્સ કેપિટલ ડિસેમ્બરથી પોતાની બે સબ્સિડરી કંપનીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બંને કંપનીઓ ફાયનાન્સના કામકાજ સાથે જોડાયેલી છે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી. રિલાયન્સ કેપિટલની બે ફાયનાન્સિંગ કંપનીઓ – રિલાયન્સ કૉમર્શિયલ ફાયનાન્સ તથા રિલાયન્સ હોમ ફાયનાન્સની કુલ સંપત્તિ 25 હજાર કરોડ રૂપિયા છે. આ બંને કંપનીઓ પર તાળાં લાગવાથી હજાર લોકો નોકરીઓ ગુમાવશે.

અંબાણીની આ જાહેરાતના પગલે રિલાયન્સ કેપિટલનો શેર બીએસઈ પર 12.5% ઘટીને બંધ થયો હતો. અનિલ અંબાણીની જાહેરાતની અસર ગ્રુપની અન્ય કંપનીઓના શેર પર પણ પડી છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેર 5% નુકસાનમાં રહ્યાં હતા. રિલાયન્સ ઈનફ્રાસ્ટ્રકચરમાં 14% ઘટાડો આવ્યો છે. રિલાયન્સ પાવર 8% અને રિલાયન્સ નિપ્પન એસેટ મેનેજમેન્ટ 1.4% તૂટ્યો હતો.



અનિલ અંબાણીએ કહ્યું કે એડીએજી ગ્રુપે છેલ્લા 15 મહીનામાં 35,000 કરોડ રૂપિયાની લોન ચૂકવી છે. કોઈ બેન્ક, નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની કે નાણાંકીય સંસ્થાને લોન લીધા વગર માર્ચ 2020 સુધી વધુ 15,000 કરોડ ચૂકવવામાં આવશે. સમુહના 60,000 કરોડ રૂપિયાની લેવડ-દેવડ રેગ્યુલેટરી અને આર્બિટ્રેશનની કાર્યવાહીમાં છેલ્લા 5-10 વર્ષથી અટકી છે. અમે રિલાયન્સ કેપિટલની કાયાકલ્પ કરી રહ્યાં છે.

તેમણે કહ્યું કે, લેન્ડિંગ બિઝનેસના બંધ ગયા પછી પણ રિલાયન્સ કેપિટલ આ કંપનીઓની ફાયનાન્શિયલ શેર હોલર તરીકે યથાવત રહેશે જેથી નવા મેનેજમેન્ટ અંતર્ગત શેરહોલ્ડર વેલ્યૂમાં વધારો થાય તથા રિલાયન્સ કેપિટલનું દેવુ 25 હજાર કરોડથી નીચે આવી શકે.

બે વર્ષ પહેલા રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ પર તાળાં લાગ્યા બાદ અનિલ અંબાણીનો આ બીજો મોટો બિઝનેસ છે, જે બંધ થવા જઈ રહ્યો છે. અંબાણી ડિફેન્સ બિઝનેસ રિલાયન્સ નેવલ પણ ભારે આર્થિક સંકટોનો સામનો કરી રહ્યો છે.