Reliance Disney Merger: રિલાયન્સ અને ડિઝનીએ દેશમાં એન્ટરટેઈનમેન્ટ બ્રાન્ડ બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાયાકોમ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડ અને વોલ્ટ ડિઝની કંપની વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને બંને કંપનીઓએ એક સંયુક્ત સાહસ બનાવવાનું નક્કી કર્યું છે જે વાયકોમ 18 અને સ્ટાર ઈન્ડિયાના બિઝનેસને જોડશે. આ ભાગીદારી હેઠળ રિલાયન્સ રૂ. 11,500 કરોડનું રોકાણ કરશે. ડિઝની કન્ટેન્ટ લાઇસન્સ આપશે.


નીતા અંબાણી આ સંયુક્ત સાહસના ચેરપર્સન


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ ડીલ વિશે સ્ટોક એક્સચેન્જને જાણ કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું વાયાકોમ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડ અને વોલ્ટ ડિઝની કંપની વચ્ચે સંયુક્ત સાહસ રચવા માટે કરાર કરવામાં આવ્યો છે જે વાયાકોમ 18 અને સ્ટાર ઈન્ડિયાના બિઝનેસને જોડશે. આ ડીલ હેઠળ, Viacom18 ના મીડિયા બિઝનેસને સ્ટોક ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં મર્જ કરવામાં આવશે, જેના માટે કોર્ટમાંથી મંજૂરી લેવામાં આવશે. નીતા અંબાણી આ સંયુક્ત સાહસના ચેરપર્સન હશે જ્યારે ઉદય શંકર વાઇસ ચેરમેન હશે. ઉદય શંકર આ સંયુક્ત સાહસને વ્યૂહાત્મક માર્ગદર્શન આપશે.




11,500 કરોડનું રોકાણ


રિલાયન્સ તેની વૃદ્ધિ વ્યૂહરચના હેઠળ આ સંયુક્ત સાહસમાં રૂ. 11,500 કરોડ એટલે કે 1.4 અબજ ડોલરનું રોકાણ કરશે. પોસ્ટ-મનીના આધારે, આ સંયુક્ત સાહસનું ટ્રાન્ઝેક્શન મૂલ્ય રૂ. 70,352 કરોડ આંકવામાં આવ્યું છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંયુક્ત સાહસમાં 16.34 ટકા હિસ્સો ધરાવશે, જ્યારે Viacom18 46.82 ટકા અને ડિઝની પાસે 36.84 ટકા હિસ્સો રહેશે.