રિલાયન્સની એજીએમ બપોરે બે વાગે શરૂ થશે. કંપનીના ચેરમેન મેનેજિંગ ડાયરેકટ મુકેશ અંબાણી સંબોધિત કરશે. કંપનીનો આઈપીઓ લોન્ટ થયા બાદ આ પ્રથમ એજીએમ છે.
એજીએમમાં મુકેશ અંબાણી આ વખતે ડિજિટલ સાથે રિટેલ ક્ષેત્રે મોટી જાહેરાત કરી શકે છે. ગઈકાલે રિલાયન્સનો શેર 1934.20ની ઐતિહાસિક સપાટી પર પહોંચવાની સાથે માર્કેટ કેપિટલાઈઝેશન પણ રૂપિયા 12 લાખ કરોડનો આંક પાર કરી ગઈ હતું.
એજીએમ સાથે સંકળાયેલી કોઈપમ જાણકારી અને શેરહોલ્ડર્સ, રોકાણકારો, મીડિયા અને આમ લોકની મદદ માટે રિલાયન્સ વોટ્સએપ ચેટબોટ પણ જાહેર કર્યુ છે. જે માટે તમારે કંપનીએ જાહેર કરેલા નંબર પર હાઇ લખીને મોકલવું પડશે. આ ચેટબોક્સ 24 X 7 કામ કરશે.