ત્રિમાસિક પરિણામો આવતાં પહેલાં રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના શેર શુક્રવારે સવારના સત્રમાં વધારા સાથે બિઝનેસ કરતા દેખાયા અને બીએસઈમાં 2.28 ટકાની તેજી સાથે 1428 રૂપિયા પ્રતિ શેર પહોંચી ગયા. આ તેનું આજ સુધીનું સૌથી હાઇએસ્ટ સ્તર છે. આ તેજીના કારણે કંપનીની માર્કેટ કેપ ઉછળીને 9,01,490.09 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. 12.31 વાગે કંપનીના શેર 1.96 ટકાના ઉછાળા સાથે 1423.45 રૂપિયા પ્રતિ શેરના ભાવે બિઝનેસ કરી રહ્યા છે. આ પહેલાં ઑગષ્ટ 2018માં આરઆઈએલ 5 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપવાળી દેશની પહેલી કંપની બની હતી. ઉલ્લેખનિય છે કે, કંપનીઓની માર્કેટ કેપમાં શેર બજારની ચાલ અનુસાર વધ-ઘટ થાય છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં આવેલી તેજીને કારણે કંપનીના માર્કેટ કેપમાં ઉછાળો આવ્યો છે. રિલાયન્સની માર્કેટ કેપ 6 સરકારી કંપનીઓ બરાબર થઈ ગઈ છે. નોંધનીય છે કે, દેશની SBIની માર્કેટ કેપ 2.4 લાખ કરોડ છે. બીજી તરફ, ONGCની 1.8 લાખ કરોડ, IOCની 1.4 લાખ કરોડ, NTPCની 1.2 લાખ કરોડ, પાવર ગ્રિડની 1 લાખ કરોડ અને BPCLની 1.1 લાખ કરોડ છે. જેથી આ તમામ કંપનીનો માર્કેટ કેપ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી ઓછો છે.
રિલાયન્સ 10 હજાર કરોડ રૂપિયાનો ત્રિમાસીક નફો કમાવનારી દેશની પહેલી પ્રાઇવેટ કંપની પણ છે. એને 2018ની ઓક્ટોબર ડિસેમ્બર ત્રિમાસીકમાં પહેલી વખત આટલો પ્રોફિટ થયો હતો. જાન્યુઆરીમાં ત્રિમાસીક પરિણામ જાહેર કર્યા બાદથી રિલાયન્સના શેરનું સારું પ્રદર્શન ચાલુ છે. આ વર્શે શેર 27% રિટર્ન આપી ચુક્યું છે. 31 ડિસેમ્બર 2018એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરની કિંમત બીએસઇ પર 1121 રૂપિયા હતી. શેર હવે 1428 રૂપિયા પર આવી ગયો. આ 52 સપ્તાહનો ઉચ્ચ સ્તર પણ છે.