નવી દિલ્હી: Reliance JioFiber બ્રોડબેન્ડ સર્વિસના પ્લાનની જાહેરાત થઇ ચૂકી છે. પ્લાનની શરૂઆત 700 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીની હશે. કંપનીના દાવા અનુસાર અત્યાર સુધીમાં 1600 શહેરોમાં 15 મિલિયન લોકોએ JioFiber માટે રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે.


JioFiber ના તમામ પ્લાન હાલમાં પ્રીપેડ છે. કંપનીએ કહ્યું છે કે, આગામી સમયમાં પોસ્ટપેડ પ્લાન પણ લોન્ચ કરવામાં આવશે. પ્લાનની શરૂઆત 699 રૂપિયા છે.



JioFiber બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર માટે મોટી ચેલેન્જ બનીને સામે આવ્યું છે. આગામી દિવસોમાં અન્ય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ પણ પોતાના બ્રોડબેન્ડ પ્લાન સસ્તા કરી શકે છે.



Reliance JioFiber નો મહિનાનો પ્લાન 699 રૂપિયાથી શરૂ થઇ 8,499 રૂપિયા સુધીનો હશે. તમામ પ્લાનની સ્પીડ 100 એમબીપીએસથી શરૂ થશે. જેમાં 1 Gbps સુધીની સ્પીડ મેળવી શકો છો.



JioFiberમાં ગ્રાહકો પાસે 3, 6 અને 12 મહિનાની યોજનાઓ ઉપલબ્ધ હશે અને બેંક ટાઇ-અપના માધ્યમથી જિઓ આકર્ષક EMI યોજનાઓ પ્રદાન કરશે, જેમા ગ્રાહકોને માત્ર માસિક EMIની ચૂકવણી કરી વાર્ષિક યોજનાઓના લાભ થતો રહેશે.