નવી દિલ્હી: Suzuki મોટરસાઈકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિ. કંપનીએ શુક્રવારે પોતાની Gixxer 250 બાઈક લોન્ચ કરી દીધી છે. સુઝુકી જિક્સર 250 હાલમાં જ લૉન્ચ થયેલી જિક્સર SF 250નું નેકેડ મૉડલ છે. આ નેકેડ ક્વાર્ટર-લીટર મોટરસાઈકલ પોતાના ફુલ ફેયર્ડ મૉડલથી લગભગ 11,000 રૂપિયા સસ્તી છે.
નવી Gixxer 250નો મુકાબલો 250cc સેગમેન્ટની બાઈક સાથે સીધી ટક્કર રહેશે. Gixxer 250નો લૂક શાનદાર છે અને સ્કલ્પ્ટેડ ફ્યૂલ ટેન્ક સાથે આવે છે. બાઈકમાં 249cc ફોર-સ્ટ્રોક, સિંગલ સિલેન્ડર, SOHC આ એન્જીન આપવામાં આવ્યું છે. જે 26 bhp પાવર અને 22.6 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે.
આ બાઈકમાં એન્જીન 6-સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. સાથે ડ્યૂઅલ ABS બ્રેકિંગ સિસ્ટમ છે. આ બાઈકની દિલ્હી એક્સ શૉ રૂમ કિંમત 1.60 લાખ રૂપિયા છે.
Suzukiએ લૉન્ચ કરી પાવરફુલ બાઈક Gixxer 250 , જાણો કિંમત અને ફિચર્સ
abpasmita.in
Updated at:
09 Aug 2019 07:07 PM (IST)
નવી Gixxer 250નો મુકાબલો 250cc સેગમેન્ટની બાઈક સાથે સીધી ટક્કર રહેશે. આ બાઈકમાં એન્જીન 6-સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. સાથે ડ્યૂઅલ ABS બ્રેકિંગ સિસ્ટમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -