Reliance Jio IPO: રિલાયન્સ જિયો ઇન્ફોકોમના IPOની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે મોટા સમાચાર છે. રિલાયન્સ જિયો ઇન્ફોકોમનો IPO વર્ષ 2025માં આવી શકે છે. ભારત અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમની ટેલિકોમ્યુનિકેશન કંપની રિલાયન્સ જિયોનો ઇનિશિયલ પબ્લિક ઓફર આવતા વર્ષે એટલે કે 2025માં લાવી શકે છે. સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ આ માહિતી મળી છે અને આ અંગે હજુ આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી પરંતુ કરોડો રોકાણકારો આ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.


રિલાયન્સ જિયોની માર્કેટ વેલ્યુ 100 બિલિયન ડોલર


રિલાયન્સ જિયોની માર્કેટ વેલ્યુ 8.4 લાખ કરોડ રૂપિયા અથવા 100 બિલિયન ડોલરની આસપાસ હોઈ શકે છે. જ્યારે તેનો IPO આવશે ત્યારે તે ભારતનો સૌથી મોટો IPO હશે. રિલાયન્સ જિયો પાસે લગભગ 47.9 કરોડ સબ્સક્રાઇબર્સ છે અને તે ભારતની સૌથી વધુ ગ્રાહકો ધરાવતી ટેલિકોમ કંપની છે. કંપનીની મુખ્ય સ્પર્ધા ભારતી એરટેલ સાથે થાય છે.


રિલાયન્સ જિયોના IPOની 5 વર્ષથી રાહ


ભારતમાં ટેલિફોન, બ્રોડબેન્ડ સર્વિસીસ અને ડિજિટલ સર્વિસીસ પૂરી પાડતી સૌથી મોટી કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમના IPOની રાહ રોકાણકારો 5 વર્ષથી જોઈ રહ્યા છે. વાસ્તવમાં મુકેશ અંબાણીએ વર્ષ 2019માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એન્યુઅલ જનરલ મીટિંગ (Reliance AGM)માં જાહેરાત કરી હતી કે આગામી 5 વર્ષમાં તેઓ તેમની ટેલિકોમ્યુનિકેશન કંપની અને રિટેલ કંપનીને શેર બજારમાં લિસ્ટ કરાવવાનો ઇરાદો ધરાવે છે.


કયા રીતે આવી શકે છે રિલાયન્સ જિયોનો IPO


સીએનબીસી ટીવી 18ના રિપોર્ટ મુજબ રિલાયન્સ જિયોનો IPO બે રીતે આવી શકે છે. આમાં પહેલી રીત અંતર્ગત રિલાયન્સ જિયોને સ્પિન ઓફ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ કર્યા બાદ પ્રાઇસ ડિસ્કવરી સિસ્ટમ હેઠળ શેર બજારમાં લિસ્ટ કરાવી શકાય છે. જ્યારે બીજી રીતમાં સંપૂર્ણ IPO ઓફર ફોર સેલ હોઈ શકે છે અને આમાં માઇનોરિટી શેરહોલ્ડર્સ તેમનો સ્ટેક એટલે કે હિસ્સો રિલાયન્સ જિયોમાંથી વેચી શકે છે. રિલાયન્સ જિયો 47.9 કરોડ સબ્સક્રાઇબર્સ સાથે IPO રૂટ પર આગળ વધશે.


રિલાયન્સ રિટેલ વેન્ચર્સના IPO અંગે શું છે અપડેટ


રિલાયન્સ જિયોના IPO સાથે જ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)નો IPO પણ આવશે એવી રાહ હતી. જોકે, રિલાયન્સ રિટેલનો IPO રિલાયન્સ જિયો સાથે નહીં પરંતુ તેના આગલા વર્ષે આવી શકે છે. વાસ્તવમાં રિલાયન્સ રિટેલના કેટલાક પસંદગીના ઓપરેશનલ મુદ્દાઓના નિરાકરણ બાદ તેનો IPO ભારતીય બજારમાં દસ્તક આપશે.


આ પણ વાંચોઃ


આ 5 મસાલા બ્લડ શુગર ઘટાડે છે