નવી દિલ્હી: રિલાયન્સ Jioએ પોતાના પ્રીપેડ પ્લાનની કિમતમાં ધરખમ 40 ટકા વધાર્યો કર્યા બાદ નવા પ્લાનની જાહેરાત કરી દીધી છે. Jio અનુસાર 6 ડિસેમ્બરથી નવા ‘ઓલ ઈન વન’ પ્લાન લાગુ કરાશે. જાણો જિયોના નવા પ્લાન વિશે.

ઓલ ઈન વન પ્લાન મુજબ, ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા અને જિયો થી જિયો મફતમાં વાત કરવા મળશે. આ માટેનો રુપિયા 199નો પ્લાન છે. આજ પ્લાન બે મહિના માટે રૂપિયા 299માં અને ત્રણ મહિના માટે રૂપિયા 555 અને એક વર્ષ માટે 2,199 રૂપિયા ચૂકવવા પડશે.