નવી દિલ્હીઃ હાલની ટેલીકોમ કંપનીઓ પર આક્ષેપોનો મારો ચાલુ રાખતા રિલાયન્સ જિઓએ મંગળવારે એરટેલ પર વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે. જિઓએ આરોપ લગાવ્યો કે તેના નેટવર્ક પર એક જ દિવસમાં 10 કરોડ કોલ એરટેલના નેટવર્ક પર કરવા પર નિષ્ફળ ગયા છે.
જિઓએ કહ્યું કે, વિતેલા 15 દિવસમાં ઘણી વખત યાદ અપાવવા છતાં હાલની કંપનીઓ તેને નવા ઇન્ટરકનેક્ટ ઉપલબ્ધ નથી કરાવી રહી.
જિઓએ નિવેદનમાં કહ્યું કે, દરેક ટેલીકોમ કંપની દ્વારા ચારથી પાંચ હજાર ઇન્ટરકનેક્ટ ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાતની સામે એરટેલે 2000, વોડાફોને 1500 અને આઈડિયાએ 1600 ઇન્ટરકનેક્ટ જ ઉપલબ્ધ કરાવ્યા છે.