નવી દિલ્હીઃ દેશ-દુનિયામાં ચાલી રહેલા આર્થિક સુસ્તી વચ્ચે 2019માં ભારતમાં દર મહિને 3 નવા અબજપતિ ઉમેરાયા હતા. ભારતમાં હવે કુલ અબજપતિની સંખ્યા 138 સુધી પહોંચી ગઈ છે જે ચીન અને અમેરિકા બાદ સૌથી વધારે છે. ભારતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ નેટવર્થ 67 અબજ ડોલર છે. જ્યારે વિશ્વના ટોપ 10 ધનિક વ્યક્તિઓમાં નવમાં સ્થાન પર છે.


ચીનમાં સૌથી વધારે અબજપતિ

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2020 અનુસાર 799 અબજપતિઓની સંખ્યા સાથે ચીન પ્રથમ નંબર પર છે. જ્યારે 626 અબજપતિની સાથે અમેરિકા બીજા ક્રમે છે. એક અબજ ડોલરથી વધારે નેટવર્થવાળા વ્યક્તિઓની ગણતરીના આધારે આ લિસ્ટ બનાવવામાં આવ્યું છે.

વિશ્વમાં કુલ કેટલા છે અબજપતિ

વિશ્વમાં કુલ 2817 અબજપતિ છે.એમઝોનના ચીફ જેફ બેજોસ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની નેટવર્થ 140 અબજ ડોલર છે. જે બાદ 107 અબજ ડોલરની નેટવર્થ સાથે એલએમવીએચના કે બર્નાર્ડ ઓરલોન્ટ બીજા અને 106 અબજ ડોલર સાથે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ ત્રીજા સ્થાન પર છે.

અમદાવાદમાં કેટલા છે અબજપતિ

ચાલુ વર્ષે લિસ્ટમાં 480 અબજપતિનો ઉમેરો થયો છે. દેશમાં સૌથી વધારે 50 અબજપતિ મુંબઈમાં છે. જે પછી દિલ્હીમાં 30 અને બેંગલુરુમાં 17 અબજપતિ છે. અમદાવાદમાં 12 અબજપતિ છે. દેશમાં 27 અબજ ડોલરની નેટવર્થ સાથે એસ.પી. હિન્દુજા પરિવાર બીજા સ્થાન પર છે. જ્યારે 17 અબજ ડોલર નેટવર્થ સાથે ગૌતમ અદાણી ત્રીજા સ્થાન પર છે. કોટક બેંકના ઉદય કોટકની કુલ નેટવર્થ 15 અબજ ડોલર છે અને લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે.


ભારતમાં ફોન બાદ સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં પણ પ્રવેશ કરશે ચીનની વધુ એક કંપની, જાણો કેવા હશે ફીચર્સ