Reliance Industries Q4 Results: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2021-22 નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચોખ્ખા નફામાં 22.50 ટકાનો વધારો થયો છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને માહિતી આપી છે કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો રૂ.16,203 કરોડ હતો, જે 2020-21માં સમાન ક્વાર્ટરમાં રૂ. 13,227 કરોડ હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કામગીરીમાંથી આવક 36.79 ટકા વધીને રૂ.2,11,887 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ.1,54,896 કરોડ હતી. કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 8ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.
100 બિલિયન ડોલરનું વેચાણ કર્યું
સમગ્ર નાણાકીય વર્ષ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આવક 7.92 લાખ કરોડ રૂપિયા એટલે કે 104.6 બિલિયન ડોલર રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 100 બિલિયન ડોલરથી વધુની આવક પ્રાપ્ત કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. આ સાથે રિલાયન્સે સમગ્ર નાણાકીય વર્ષમાં રૂ.67,845 કરોડનો નફો કર્યો છે.
રિલાયન્સ જિયોના પરિણામો
ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમનો ચોખ્ખો નફો રૂ.4,173 કરોડ હતો, જે અગાઉના ક્વાર્ટરમાં રૂ.3,615 કરોડ હતો. ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોની આવક 8 ટકા વધીને રૂ.20,901 કરોડ થઈ છે જે સમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રૂ.19,347 કરોડ હતી.
LIC IPO: એલઆઈસી આઈપીઓનો રિટેલ હિસ્સો સંપૂર્ણ ભરાયો
જાહેર ક્ષેત્રની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC) ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) નો રીટેલ હિસ્સો બિડિંગના ત્રીજા દિવસે શુક્રવારે પ્રથમ કલાકમાં 100% ભરાઈ ગયો હતો. શુક્રવારે સવારે 11.36 વાગ્યા સુધીના શેરબજારોના ડેટા અનુસાર, રિટેલ રોકાણકારો માટે આરક્ષિત 6.9 કરોડ શેરની શ્રેણીમાં 7.2 કરોડથી વધુ બિડ મળી હતી. આ રીતે આ કેટેગરીને સંપૂર્ણ સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. કંપનીનો IPO બુધવારે રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો માટે ખુલ્યો હતો અને 9 મેના રોજ બંધ થશે.