Reliance Industries Share Price: દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના શેર આગામી દિવસોમાં તેના રોકાણકારોને 70 ટકા સુધીનું વળતર આપી શકે છે. આવું કહેવું છે કે વિદેશી બ્રોકરેજ હાઉસ સીએલએસએ (CLSA)નું, જેમણે રિલાયન્સના શેર પર પોતાનો કવરેજ રિપોર્ટ જાહેર કર્યો છે.
CLSA એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, બજાર રિલાયન્સના 40 બિલિયન ડોલરના ટર્નઓવર વાળા નવા એનર્જી બિઝનેસને અવગણી રહ્યું છે. અહેવાલ અનુસાર, સ્થાનિક અને એક્સપોર્ટનો માહોલ પોતાને અનુકુળ થવાથી ભારતીય સૌર ઉત્પાદકો માટે આઉટલૂક ઉત્તમ છે. રિલાયન્સના સંપૂર્ણરીતે ઈન્ટીગ્રેટેડ 20 GW સોલર ગીગાફેક્ટરી (Solar Gigafactory) આગામી 3-4 મહિનામાં લોન્ચ માટે તૈયાર છે. CLSA એ રિલાયન્સના સોલાર બિઝનેસનું મૂલ્ય 30 બિલિયન ડોલર હોવાનો અંદાજ મૂક્યો છે. બ્રોકરેજ હાઉસે તાજેતરમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ સોલર કંપનીઓને ડિસ્કાઉન્ટ પર આ વેલ્યુએશન આપ્યું છે. આ હોવા છતાં, રિપોર્ટ અનુસાર, રિલાયન્સનો શેર નવા એનર્જી બીઝનેસ(New Energy Business)ના ઝીરો વેલ્યૂ સાથે રેની - ડે વેલ્યુએશનના 5 ટકાની રેન્જમાં કારોબાર કરી રહ્યો છે.
CLSA અનુસાર, 2025માં ઘણી મોટી વસ્તુઓ જોવા મળશે, તેથી રિલાયન્સના શેરમાં એન્ટ્રી કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. 2025માં નવી એનર્જી કેપેસિટીની શરુઆત થશે, રિટેલ બિઝનેસમાં વૃદ્ધિ થશે, એરફાઇબરના ગ્રાહકો વધશે અને રિલાયન્સ જિયો ( Reliance Jio IPO)નો IPO પણ આવશે. CLSA એ રિલાયન્સના સ્ટોક પર આઉટપરફોર્મ રેટિંગ જાળવી રાખતા રૂ. 1650નો ટાર્ગેટ ભાવ આપ્યો છે, જે વર્તમાન સ્તરથી 30 ટકા વધારે છે. જો કે, CLSA રિપોર્ટ અનુસાર, બ્લૂ-સ્કાઈ સ્થિતિ સૂચવે છે કે સ્ટોક વર્તમાન સ્તરથી 70 ટકા વધી શકે છે. આજે, 13 નવેમ્બર, 2024 ના ટ્રેડિંગ સેશનમાં, રિલાયન્સ શેરની કિંમત (Reliance Share Price) 1.82 ટકાના ઘટાડા સાથે રૂ. 1251 પર ટ્રેડ થઈ રહી છે.
Disclaimer: (અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે જ આપવામાં આવી રહી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com કોઈને પણ અહીં ક્યારેય નાણાંનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.)
આ પણ વાંચો....