આ કાર અન્ય ત્રણ વર્ઝનમાં ઉપલબ્ધ થશે. આ ત્રણ વર્ઝન- RXL, RXT અને RXZ છે. તેની કિંમત અનુક્રમે 5.49 લાખ, 5.99 લાખ અને 6.49 લાખ રૂપિયા છે. ઇન્ટીરિયરની વાત કરીએ તો તેમાં ડ્યુલ ટોન ડેશબોર્ડ ઉપરાંત 3 સ્પોક સ્ટિયરિંગ વીલ અને 3.5 ઇંચ સ્ક્રીન સાથે 8 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળી રહી છે. આ કારની 3 લાઇનમાં સીટો છે. ડ્રાઇવર સીટ લાઇન એડજસ્ટેબલ છે. જ્યારે બીજી લાઇન વાળી સીટ સ્લાઇડ કરી શકાય છે. આ ઉપરાંત ફોલ્ડ કરવાની સુવિધા છે. આ રીતે ત્રીજી લાઇનવાળી સીટોની જરૂરિયાતના હિસાબે કાઢીને સામાન મુકવા માટે પણ યુઝ કરી શકાય.
કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ABS, રિયર પાર્કિંગ સેંસર અને સ્પીડ વૉર્નિંગ સિસ્ટમ જેવા ફિચર્સ આપવામા આવ્યાં છે. Renault Triberના હાયર વેરિએન્ટમાં રિવપ્સ પાર્કિંગ કેમેરા અને વધુ એરબેગ્સ પણ મળશે. કારમાં થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. લૉન્ચ સમયે આ કારમાં ફક્ત એક ટ્રાંસમિશન 5 સ્પીડ મેનુઅલ ગિયરબૉક્સ મળશે.