નવી નોટમાં આ હશે બદલાવ
હાલ ચલણમાં રહેલી નોટો પર આરબીઆઇના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર છે, પરંતુ નવી નોટોમાં વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે નોટબંધી બાદ બહાર પાડવામાં આવેલી 200 રૂપિયા અને મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 500 રૂપિયાની વર્તમાન તમામ નોટો પણ માન્ય ગણાશે. ડિસેમ્બર 2018માં ઉર્જિત પટેલના અચાનક રાજીનામા બાદ શક્તિકાંત દાસને આરબીઆઇના ગવર્નર બનાવાયા હતા.
50 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની પણ કરી હતી વાત
થોડા દિવસો પહેલા આરબીઆઈએ 50 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની વાત કરી હતી. હાલ 50 રૂપિયાની નોટ પર આરબીઆઇના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર છે, નવી 50 રૂપિયાની નોટમાં શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. 50 રૂપિયાની નવી નોટ પણ મહાત્મા ગાંધી સીરિઝમાં બહાર પડશે.
અમેરિકાએ ભારત પર ઈરાન પાસેથી ક્રૂડ ખરીદવા પર મૂકેલા પ્રતિબંધથી શું અસર થશે ? જાણો વિગત
વિરાટે એક્ટિંગમાં અનુષ્કાને ટક્કર આપવાની કરી તૈયારી, જુઓ વીડિયો