RIL 5G: મુકેશ અંબાણીએ એજીએમમાં 5જીને લઈ મોટી જાહેરાત કરી છે. દિવાળી પહેલા દેશમાં 5જી લોન્ચ કરવામાં આવશે. સમગ્ર દેશમાં ડિસેમ્બર 2023 પહેલા 5જી શરૂ કરાશે.


મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિયોના 5જી સ્પેક્ટ્રમનો ઉપયોગ ફિક્સ્ડ બ્રોડબેન્ડ સેવા માટે કરવામાં આવશે. રિલાયન્સ જિયો ટેલિકોમ ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે. Jioના 5G પછી Jio 5G દેશનું સૌથી મોટું નેટવર્ક હશે. આ દિવાળી એટલે કે નવેમ્બર 2022 સુધીમાં દિલ્હી-મુંબઈમાં 5G સેવા આપવામાં આવશે.


Jioની 5G સર્વિસનો રોડમેપ


મુકેશ અંબાણીએ કહ્યું કે Jioની 5G સાચી 5G સેવા સાબિત થશે. તેમણે કહ્યું કે માત્ર Jio પાસે 700 MHz સ્પેક્ટ્રમ છે. Jio 5G નું કવરેજ ઉત્તમ હશે તેમજ 5G સેવા પ્રદાન કરવામાં તે સૌથી વધુ સસ્તું હશે. તેમણે કહ્યું કે Jio 5G માટે 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે.


રિલાયન્સ ભારતની સૌથી મોટી કરદાતા


મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી કરદાતા છે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 2.32 લાખ નોકરીઓ આપી છે જે દર્શાવે છે કે દેશના વિકાસમાં ફાળો આપ્યો છે. રિલાયન્સ ગ્રુપ તેનું સંપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આમાં પણ રિલાયન્સ રિટેલે મહત્તમ નોકરીઓ આપી છે.






Jio નું ક્લાઉડ પીસી


અંબાણીએ કહ્યું કે, યૂઝર્સ Jio નું ક્લાઉડ પીસી યૂઝ કરી શકે છે. તે એક ક્લાઉડ સ્પેસ હશે. જેને સામાન્ય યૂઝર્સથી લઈને કોમર્શિયલ યૂઝર્સ સ્પેસ ખરીદી શકશે. જેવી રીતે AWS અને Azure ની સર્વિસ ખરીદી શકાય છે તેવી જ રીતે લોકો Jio Cloud PC થી સ્પેસ ખરીદીને બિઝનેસ વધારી શકે છે.


ઓછી કિંમતે અપાશે 5G બ્રોડબેન્ડ


અંબાણીએ કહ્યું, બ્રોડબેન્ડની સ્પીડ પહેલા કરતા ફાસ્ટ થશે. જિયો 5જી ફિક્સ્ડ બ્રોડબેન્ડ લાવશે, ઓછી કિંમતે 5જી બ્રોડબેન્ડ અપાશે. તેની સાથે કનેકટેડ સોલ્યુશન પણ અપાશે. આ દ્વારા 10 કરોડ ઘરોને કનેક્ટ કરી શકાશે.


સસ્તા 5G સ્માર્ટફોન પર Google સાથે કામ ચાલુઃ આકાશ અંબાણી


રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ જાહેરાત કરી છે કે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જિયો એક્સપિરિયન્સ સેન્ટર ખોલવામાં આવશે. સસ્તા 5G સ્માર્ટફોન પર Google સાથે કામ ચાલુ છે. 5G ની મદદથી, Jio Air Fiber સમગ્ર વીડિયો અને ગેમિંગ અનુભવને બદલશે અને તેને આગલા સ્તર પર લઈ જશે.