Salary Increase News: કેન્દ્ર સરકારે આખરે કેટલાક વધુ કર્મચારીઓના પગાર વધારા (સેલરી હાઇક ઓફ એમ્પ્લોઇઝ)ને મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે માહિતી આપી હતી કે, કોલ ઈન્ડિયા લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ કર્મચારીઓ માટે ટ્રેડ યુનિયનો સાથે વેતન સુધારણા કરારને મંજૂરી આપવામાં આવી છે. હવે આ કર્મચારીઓને તેમના પગારમાં મૂળભૂત, VDA, વિશેષ મોંઘવારી ભથ્થું અને બોનસ વગેરેનો લાભ મળશે. આ સિવાય ભથ્થામાં 25 ટકાનો વધારો થશે.


કોલ ઈન્ડિયાને મોકલવામાં આવેલી નોટમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, કોલ ઈન્ડિયા લિમિટેડ, સિંગારેની કોલિરીઝ કંપની લિમિટેડ અને ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓના NCWA-XI માટે મંજૂરી આપવામાં આવી છે. આ ડીલથી CIL અને SCCLના લગભગ 2.81 લાખ કર્મચારીઓને ફાયદો થશે. જેઓ 1 જુલાઈ 2021ના રોજથી કંપની સાથે કામ કરી રહ્યા હતા.


મે મહિનામાં થઈ હતી આ ડીલ 


કોલ ઇન્ડસ્ટ્રી માટે સંયુક્ત દ્વિપક્ષીય સમિતિ (JBCCI)-XI વતી મે મહિનામાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં CIL મેનેજમેન્ટ, સિંગારેની કોલિરીઝ કંપની લિમિટેડ (SCCL), પાંચ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન - BMS, HMS, AITUC, CITU, માઇન વર્કર્સ ફેડરેશન (INMF) અને ભારતીય રાષ્ટ્રીયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. 


જોગવાઈમાં કેટલો વધારો


CILએ જુલાઈ 1, 2021 થી 31 માર્ચ, 2023 સુધીના 21 મહિનાના સમયગાળા માટે રૂ. 9,252.24 કરોડની જોગવાઈ કરી છે. પગાર માટેની જોગવાઈમાં વધારાને કારણે નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 18 ટકા ઘટીને રૂ. 5,528 કરોડ થયો છે.


પગારમાં 19 ટકાનો વધારો


કોલસા મંત્રાલયની આ મંજૂરી બાદ હવે મોંઘવારી ભથ્થા સિવાય મૂળ પગાર અને અન્યમાં વધારો થશે. કુલ વધારો 19 ટકા સુધી હોઈ શકે છે. આ વધારો જુલાઈ 2021 થી માર્ચ 2023 સુધીના કુલ 21 મહિના માટે છે.


DA Hike: ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે સારા સમાચાર