આ કાર્યક્રમ હેઠલ ઑફલાઈન રિટેલર્સને ફેસબુક, મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર તેમની ઓનલાઈન એવેલેબલ અને ઓળખ બનાવવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે.
સેમસંગ ઈન્ડિયામાં મોબાઈલ બિઝનેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મોહનદીપ સિંહે કહ્યું કે, “ફેસબુક સાથે અમારી ભાગીદારી મોટી સંખ્યામાં અમારા રિટેઈલ ભાગીદારોને ડિજિટલમાં આગળ વધવા માટે મદદ કરી રહી છે. ફેસબુક પ્રશિક્ષણનો લાભ ઉઠાવીને અમારા રેટલ દુકાનદાર સ્થાનીક ગ્રાહકોને ઓનલાઈન શોધવા અને ટાર્ગેટ મેળવવામાં સક્ષમ રહેશે. ”
સિંહે કહ્યું, “ગ્રાહકોને પણ તેનાથી ફાયદો થશે, કારણ કે, તેઓ હવે પોતાના સ્થાનીક વિક્રતાઓને સોશિયલ મીડિયા પેજોના માધ્યમથી ગેલેક્સી સ્માર્ટફોને જેવા પ્રોડક્ટની જાણકારી અને ખરીદદારી કરી શકશે.” આ ટ્રેનિંગ સેમસંગના ઓફલાઈન રીટેઈલ દુકાનદારોને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પર પોતાના બિઝનેસ પેજ અને અકાઉન્ટ સેટ કરવામાં મદદ કરી રહી છે.