લંડનઃ ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યાને લંડનની કોર્ટ તરફથી મોટો ફટકો લાગ્યો છે. લંડનની કોર્ટમાં માલ્યાએ પ્રત્યર્પણ સામે કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે. માલ્યાએ કરેલી લેખિત અરજીને કોર્ટે નકારી કાઢી હતી. હવે મૌખિક સુનાવણી થશે. ફેબ્રુઆરી મહિનામાં બ્રિટનના ગૃહમંત્રીએ શરાબ કારોબારી વિજય માલ્યાના ભારત પ્રત્યર્પણને મંજૂરી આપી હતી. માલ્યાની પાસે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે. તેમાં ઓછામાં ઓછા 6 સપ્તાહનો સમય લાગી શકે છે.


ભારતીય બેંકોના 9000 કરોડ રૂપિયાથી વધારે રૂપિયાનું ફૂલેકું ફેરવીને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યાના પ્રત્યર્પણ માટે ભારતીય એજન્સીઓ લાંબા સમયથી પ્રયત્ન કરતી હતી. બેંકોની લોન લઇને વિદેશ ફરાર થઈ ગયેલા માલ્યાને PMLA કોર્ટે થોડા દિવસો પહેલા ભાગેડું જાહેર કર્યો હતો.


બેંક એકાઉન્ટમાં રહેલા જમા રૂપિયા પર ભારતીય બેંકોનો કબજો રોકવા માટે વિજય માલ્યાએ થોડા દિવસો પહેલા નવો દાવ રમ્યો હતો. એક સમયે ભારતમાં ઠાઠમાઠથી રહેતા માલ્યા હવે પાર્ટનર/પત્ની, પર્સનલ આસિસ્ટન્ટ, પરિચિત વેપારીઓ અને બાળકો પર નિર્ભર થઈ ગયો હોવાનું રટણ કરવા લાગ્યો હતો. જોકે, માલ્યાએ 26 માર્ચના રોજ ટ્વિટ કરીને કહ્યું કે, મારી પાસેથી પૈસા લઇ લો પરંતુ જેટને બચાવી લો.

બેંકોએ માલ્યા પાસેથી મળેલી માહિતીથી યુકેની કોર્ટને માહિતગાર કરતાં જણાવ્યું કે, માલ્યાની પાર્ટનર/પત્ની પિંક લલવાની વર્ષમાં અંદાજે 1.35 કરોડ રૂપિયા કમાય છે. માલ્યાએ તેની તેની પર્સનલ આસિસ્ટન્ટ મહલ તથા એક પરિચિત કારોબારી પાસેથી 75.7 લાખ અને 1.15 કરોડ રૂપિયા ઉધાર લીધા છે. માલ્યાને ઋણ આપનારી 13 બેંકો તરફથી યુકે કોર્ટમાં પ્રતિનિધિત્વ કરી રહેલા નિજેલ તોજીએ લંડનની કોર્ટમાં લેખિત જાણકારી આપીને જણાવ્યું કે, માલ્યા પર બ્રિટિશ સરકારનો આશે 2.40 કરોડ રૂપિયા ટેક્સ બાકી છે. ઉપરાંત તેના પૂર્વ વકીલ મૈકફર્લેન્સની પણ થોડી ફી બાકી છે અને ભારતીય બેંકોના 3.37 કરોડ રૂપિયાના ખર્ચમાંથી 1.57 કરોડ રૂપિયાની પણ ચુકવણી નથી કરી.

રૂપિયા બચાવવા માલ્યાનું નવું નાટક, કહ્યું- પાર્ટનર પાસેથી રૂપિયા લઈને......

મલાઇકાએ ફરી કર્યો ‘છૈયા છૈયા’ પર ધમાકેદાર ડાંસ, વીડિયો થયો વાયરલ

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસના ઉમેદવાર પ્રિયા દત્ત અને ઉર્મિલા માતોંડકરે ભર્યું ઉમેદવારી પત્ર

મેદાનમાં મેડમજીઃ ઉમેદવારને જીતાડવા પત્ની-પુત્રવધૂ-પુત્રીઓએ શરૂ કર્યો પ્રચાર