નવી દિલ્હીઃ શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે સોમવારે એસબીઆઇ કાર્ડનો આઈપીઓ સ્ટોક માર્કેટમાં ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો છે. 755ની પ્રાઈઝની સામે એસબીઆઈ કાર્ડનો શેર 12.45 ટકાના ઘટાડા સાથે એનએસઈ પર 661 અને બીએસઈ પર 558ની કિંમત પર લિસ્ટ થયો છે. આમ જે રોકાણકારોએ આ આઈપીઓમાં લિસ્ટિંગ ગેન માટે રોકાણ કર્યું છે તેને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ એસબીઆઈ કાર્ડના શેરનો ભાવ 720થી 740ની આસપાસ ચાલી રહ્યો છે.

એ સમયે આ આઈપીઓ માટ ગ્રે માર્કેટમાં 350 રૂપિયા જેટલું પ્રીમિયમ બોલાતું હતું પરંતુ કોરોના વાયરસને કારણે વૈશ્વિક બજારો સાથે ઘરઆંગણે સ્ટોક માર્કેટમાં પણ કડાકો જોવા મળ્યો હતો જેના કારણે એસબીઆઈ કાર્ડના આઈપીઓ 661 રૂપિયે (12 ટકા ડાઉન) લિસ્ટેડ થયો હતો જોકે થોડીવારમાં જ શેર ઉચકાયો હતો અને ભાવો ભાવે એટલે 755ને પહોંચી ગયો હતો. જોકે આ શેર 755ની સપાટી વટાવી શક્યો નહતો. જેના કારણે રોકાણકારોને મોટો ફટકો પડ્યો હતો.

રોકાણકારોને 30 ટકા લિસ્ટિંગ ગેનની આશા હતી જોકે આ આશા પર પાણી ફરી વળ્યું હતું અને 13 ટકા જેટલું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો. આ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 2-5 માર્ચના રોજ ખુલ્યો હતો. એસબીઆઇ કાર્ડ્સના આઇપીઓને શેરબજારમાં જબરદસ્ત પ્રતિક્રિયા મળી રહી હતી. આ આઇપીઓને 26 ગણી વધુ બોલી મળી હતી.

શેરબજારના નિષ્ણાંતો અનુસાર, બજારની જે સ્થિતિ છે તેમાં આ આઈપીઓના પ્રીમિયમ મળવાની ઓછી આશા છે. તેની ફ્લેટ અથવા ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ થઇ શકે છે. જો એવું થાય છે તો મોટા રોકાણકારોને ભારે ઝટકો લાગશે જેમણે ઉંચા વ્યાજ દર પર લોન લઇને આ આઇપીઓમાં રોકાણ કર્યું છે.