કોટક મહિન્દ્રા બેંક બાદ હવે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પણ હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. બેંકે હોમ લોનના વ્યાજ દરમાં 5 bps (બેસિસ પોઈન્ટ)નો ઘટાડો કર્યો છે. હવે હોમ લોનનો વ્યાજ દર વાર્ષિક 7.45% રહેશે. નવો વ્યાજ દર આજથી અમલમાં આવ્યો છે.

તાજેતરમાં કોટક મહિન્દ્રા બેન્કે વ્યાજ દર ઘટાડ્યા હતા

ખાનગી ક્ષેત્રની બેંક કોટક મહિન્દ્રા બેન્કે 10 સપ્ટેમ્બરના રોજ હોમ લોનના વ્યાજ દરમાં 15 bps (બેસિસ પોઇન્ટ)નો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ હોમ લોન પર વ્યાજનો નવો દર વાર્ષિક 6.50% થઈ ગયો છે.

કોટક મહિન્દ્રા બેંક સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે

કોટક મહિન્દ્રા બેંક સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે. તેનો વ્યાજ દર 6.50%છે. તે જ સમયે, LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનો હોમ લોન વ્યાજ દર 6.66%થી શરૂ થાય છે. હાલમાં, ઘણી બેન્કો 7%થી ઓછા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે.

આ બેંક ઓછા વ્યાજે આપે છે હોમ લોન

બેંક વ્યાજ દર(%માં) પ્રોસેસિંગ ફી
કોટક મહિન્દ્રા બેંક 6.50 મહત્તમ 10 હજાર રૂપિયા
LIC હાઉસિંગ ફાઈનાન્સ લિ. 6.66 10થી 15 હજાર રૂપિયા સુધી
ICICI 6.75 0.25% અને મહત્औતમ 5 હજાર સુધી
પંજાબ નેશનલ બેંક 6.80 30 સપ્ટેમ્બર સુધી માફ
SBI 7.45 0.50%

અહીં સમજો કોટક મહિન્દ્રા, LIC અને SBIની લોન પર કેટલું વ્યાજ અને કેટલો હપ્તો આવશે

લોનની રકમ (રૂપિયામાં) સમયગાળો વ્યાજ દર (%માં) હપ્તો (EMI) કુલ વ્યાજ (રૂપિયામાં)
10 લાખ 20 વર્ષ 6.50 7,456 7.89 લાખ
10 લાખ 20 વર્ષ 6.66 7,550 8.12 લાખ
10 લાખ 20 વર્ષ 6.75 7,604 8.25 લાખ
10 લાખ 20 વર્ષ 6.80 7,633 8.32 લાખ
10 લાખ 20 વર્ષ 7.45 8,025 9.26 લાખ